________________
૩૪૦
સમાધિ-સે પાન મારું અનંત સુખસ્વરૂપ, અવિનાશી સ્થાન પ્રાપ્ત કરાવનાર મરણને અવસર હું પામ્યો છું. આ મરણ મહા સુખ દેનાર, અત્યંત ઉપકારક છે. આ સંસારવાસ એકલા દુઃખથી ભરેલ. છે, તેમાં એક સમાધિમરણ જ શરણ છે, બીજું કોઈ ઠેકાણું એવું નથી. આના વિના ચારે ગતિમાં મહા ત્રાસ ભોગવ્યો છે. હવે સંસારવાસથી કંટાળીને હું સમાધિમરણનું શરણ ગ્રહણ કરું છું.” - જ્યારે આ શરીરરૂપી નગરીને સ્વામી–આત્મા, પિતાનાં કરેલાં પુણ્યાદિ ફળ ભેગવવાની ઈચ્છાથી પરલક પ્રત્યે જાય છે, ત્યારે પાંચ ભૂતના બનેલા દેહાદિ પ્રપંચ વડે તેને કેણ રેકે એમ છે?
આ જીવનું વર્તમાન આયુષ્ય પૂરું થઈ જાય અને પરલેક સંબંધી બીજા આયુષ્યને ઉદય થાય, ત્યારે પરલેક પ્રત્યે જતાં આત્માને શરીર આદિ પંચભૂત તે શું પણ ઇન્દ્ર આદિ પણ રેકવાને સમર્થ નથી. તેથી અત્યંત ઉત્સાહ સહિત ચાર આરાધનાનું શરણ ગ્રહણ કરી મરણ પામવું શ્રેષ્ઠ છે.
મરણ અવસરે પૂર્વ કર્મના ઉદયથી રોગ આદિ વ્યાધિને લઈને જે દુઃખ ઉત્પન્ન થાય છે, તે પુરુષને દેહ વિષેને મેહ નાશ કરવામાં મદદ કરનાર છે, મોક્ષનાં સુખ આપવામાં નિમિત્તરૂપ છે એમ હું માનું છું.
આ જીવે જન્મ ધર્યો ત્યારથી દેહ સાથે તન્મય થઈ તેમાં વસે છે. એમાં વસવું તે જ મહા સુખ છે એમ માને છે. દેહને પિતાને વાસે જાણે છે. તેમાં મમતા વળગી રહી