________________
૩૩૯
મૃત્યુ મહત્સવ નથી થતો. આમ નિશ્ચય કરીને, વિચારે તે મરણને પણ ભય કેને લાગે?
સંસારમાં જેનું ચિત્ત આસક્ત છે, પિતાના સ્વરૂપને જે જાણતા નથી, તેને મૃત્યુને ભય છે. જે નિજસ્વરૂપના જ્ઞાતા છે, સંસાર પ્રત્યે વૈરાગ્યવાળા છે, તેને મરણ હર્ષનું કારણ છે.
મિથ્યાદર્શનના ઉદયથી દેહને જ આત્મા માનનાર તથા ખાવું, પીવું, કામગ આદિ ઇદ્રિના વિષયમાં જ સુખ માનનાર અજ્ઞાની–બહિરાત્મા છે. તેને પિતાના મરણને ભારે ભય રહે છે. તે એમ વિચારે છે કે, “હાય ! મારો નાશ થયે, પછી ખાવાપીવાનું ક્યાંય નથી. મરણ પછી શું થશે તેની ખબર નથી, કેવી રીતે મરણ આવશે? હવે આ દેખવાનું, મળવાનું, કુટુંબને સમાગમ બધું મારું ગયું. હવે કેનું શરણ ગ્રહણ કરું? કેવી રીતે જિવાય?” એ રીતે મહા સંલેશ પરિણામ સહિત તે મરણ પામે છે.
જે આત્મજ્ઞાની છે તે મરણ વખતે એવા વિચાર કરે છે કે “હું દેહરૂપી કેદખાનામાં પરાધીન પડ્યો પડ્યો ઇન્દ્રિયના વિષયેની વાસનારૂપી અગ્નિથી અને મળેલા વિષયેથી અતૃપ્ત રહેવાને લીધે, દરરેજ ભૂખ, તરસ, ટાઢ, તાપ, રોગ આદિથી ઊપજેલી મહા વેદના વેદ, એક ક્ષણ પણ સ્થિરતા પામ્યું નહીં; મહાન દુઃખ, પરાધીનતા, અપમાન, ઘર વેદના, અનિષ્ટ સંગ, ઈષ્ટ વિયેગ ભેગવતાં મહા સંમલેશ સહિત મેં કાળ વ્યતીત કર્યો. હવે આવા કલેશથી છેડાવી, પરાધીનતા રહિત, જન્મમરણ રહિત,