________________
૩૩૮
સમાધિ-સે પાન કર કે ફરીથી આવા દુઃખથી ભરેલે દેહ ધરે ન પડે. સમ્યકજ્ઞાની આને જ મહા શાતાને ઉદય માને છે.
આ આત્મા દેહમાં રહ્યા છતાં સુખને તથા દુઃખને સદા જાણે છે, અને પરલેક પ્રત્યે પણ પિતે જ જાય છે તે પરમાર્થથી મરણને ભય કેને હોય ?
અજ્ઞાની બહિરાત્મા તે દેહમાં રહ્યા છતાં હું સુખી છું, હું દુઃખી છું, હું મરી જાઉં છું, હું ભૂખ્ય છું, તરસ્યો છું, મારો નાશ થયો,” એમ માને છે. અંતરાત્મા સમ્મદ્રષ્ટિ એમ માને છે કે, “જે ઊપજયું છે તે મરશે; પૃથ્વી, પાણ, અગ્નિ, પવનમય પુગલ પરમાણુઓને પિંડ દેહરૂપે દેખાય છે તે દેહ નાશ પામશે. હું જ્ઞાનમય, અમૂતિક આત્મા છું, મારો નાશ કદાપિ નહીં થાય. આ ભૂખ, તરસ, વાત, પિત્ત, કફ આદિ રોગમય વેદના પુદગલની છે. હું તે એને જાણનાર છું. હું એમાં નકામે અહંકાર કરું છું. આ શરીરને અને મારે એક ક્ષેત્રમાં રહેવારૂપ અવગાહના છે. તથાપિ હું જ્ઞાતાસ્વરૂપ છું, શરીર જડ છે; હું અમૂતિક છું, દેહ મૂર્તિક છે, હું એક અખંડ છું, દેહ અનેક પરમાણુઓને પિંડ છે; હું અવિનાશી છું, દેહ વિનાશી છે. આ દેહમાં જે રેગ, ભૂખ, તરસ આદિ ઊપજે તેના જ્ઞાતા જ રહેવું, એ મારો જ્ઞાયક સ્વભાવ છે. પરમાં મમત્વ કરવું એ જ અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. જેવી રીતે એક મકાનને છોડી બીજા મકાનમાં પ્રવેશ કરીએ તેવી રીતે મારા શુભ અશુભ ભાવથી થયેલાં કર્મો વડે બનેલા બીજા દેહમાં મારે જવાનું છે. એમાં મારા સ્વરૂપને નાશ