________________
મૃત્યુ મહત્સવ
૩૭ કરે છે. કુટુંબ આદિને છોડીને પરદેશમાં પરિભ્રમણ કરે છે. દુરાચરણ સેવીને કમેતે મરે છે. પણ જો એક વાર પણ સમતા ધારણ કરીને ત્યાગવત સહિત મરણ કરે તે પછી સંસારપરિભ્રમણને અભાવ કરીને અવિનાશી સુખ પામશે. તેથી જ્ઞાન સહિત પંડિતમરણ કરવું ઘટે છે.
જે મૃત્યુથી જૂનાં દેહાદિ સર્વ છૂટીને નવાં પ્રાપ્ત થાય છે, તે મૃત્યુ સપુરૂષને શાતાના ઉદયની પેઠે હર્ષનું કારણ નથી? જ્ઞાનીને તે મૃત્યુ હર્ષનું નિમિત્ત છે.
આ મનુષ્યનું શરીર નિત્ય સમયે સમયે ઘરડું થતું જાય છે. દેના દેહની પેઠે જરા અવસ્થા રહિત નથી. દિવસે દિવસે બળ ઘટે છે. કાંતિ, રૂપ બગડતાં જાય છે. ચામડી કઠોર સ્પર્શવાળી થાય છે. બધી નસે અને હાડને બાંધે શિથિલ થાય છે. ચામડી કરચલીવાળી થઈ માંસ આદિને છોડીને ટટળે છે. આંખની ઉજાશ બગડે છે. કાને સાંભળવાની શક્તિ ઘટે છે. હાથપગ દિવસે દિવસે ઢીલા પડતા જાય છે. ચાલવાની શક્તિ ઓછી થઈ જાય છે. ચાલતાં, ઊઠતાં, બેસતાં શ્વાસ ચઢે છે, કફ વધે છે. રોગ અનેક વધે છે. આવાં વૃદ્ધાવસ્થાનાં દુઃખ ક્યાં સુધી ભેગવ્યા કરત? ક્યાં સુધી દેહના ઢસરડા કરત? મરણ નામના દાતાર વિના આ નિંદ્ય દેહ છોડાવીને નવા દેહમાં વાસ કેણ કરાવે? વૃદ્ધ અવસ્થામાં અશાતાને ઉદય ઘણો હોય છે, તે મરણ નામના દાતાર વિના આવી અશાતાને દૂર કેણ કરે? સમ્યકજ્ઞાનીને તે મૃત્યુ એ મહોત્સવ સમાન છે. તે વખતે સંયમ, વ્રત, ત્યાગ, શીલમાં સાવધાન થઈને એવું
૨૨૨