________________
૩૩૬
સમાધિસેપના સહિત સર્વ કુટુંબની પરિગ્રહ-મમતા છોડી, દેહથી ભિન્ન, જ્ઞાનસ્વભાવરૂપ આત્માના અનુભવ સહિત, ચાર આરાધના (સમ્યકદર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ) ને શરણ સહિત મરણ થઈ જાય તે એના જેવું ત્રણે લેકમાં, ત્રણે કાળમાં કશું હિતકારી આ જીવને નથી. સંસારપરિભ્રમણથી છૂટી જવું તે સમાધિમરણ નામના મિત્રની મહેરબાની છે.
જે જીવે મૃત્યરૂપી કલ્પવૃક્ષને પામીને પણ પિતાનું કલ્યાણ સાધ્યું નહીં, તે જીવ સંસારરૂપી કાદવમાં ઊંડે કળી ગયા પછી શું કરશે ?
આ મનુષ્યજન્મમાં મરણને અવસર સાક્ષાત્ કલ્પવૃક્ષના સંગ જે છે, જે લેવાની ઈચ્છા હોય તે લે. જે જ્ઞાન સહિત પિતાને સ્વભાવ ગ્રહણ કરી આરાધના સહિત મરણ કરે તે સ્વર્ગમાં મહર્તિકપણું, ઈદ્રપણું કે અહમિંદ્રપણું પામીને, પછી તીર્થંકરપણું, કે ચક્રવર્તીપણું પામીને મેક્ષ પામે. મરણ સમાન ત્રણે લેકમાં કઈ દાતાર નથી. આવા દાતારને પામીને પણ જે વિષયની ઈચ્છા કે કષાય સહિત રહેશે, તે વિષયની વાંછાનું ફળ નરક, નિગદ છે તે મલશે. મરણરૂપી કલ્પવૃક્ષને બગાડશે. તે જ્ઞાન આદિ અક્ષય નિધાન બેને સંસારરૂપ કાદવમાં કળી જશે. હે ભવ્યજને ! આ ઈચ્છાના માર્યા નીચ નઠારા પુરુષને સંગ કરે છે, અતિ લેભી થઈને વિષય ભેગવવા ને ધન કમાવવા માટે હિંસા, જૂઠ, ચેરી, કુશીલ, પરિગ્રહમાં આસક્તિ રાખી નિંદવા લાયક કર્મ કરે છે, તેમ છતાં ઈચ્છેલું મળતું નથી અને દુઃખના માર્યા મરણ