________________
મૃત્યુ મહાત્સવ
૩૩૫
ભયભીત રાખે છે, આત્માનું ભાન ભુલાવે છે. આવા કૃતા દંડમાંથી નીકળવું મૃત્યુ નામના રાજાની મદદ વિના બનતું નથી. જો જ્ઞાન પામીને, દેહ ઉપરની મમતા મૂકીને, સાવધાન થઈ, ધર્મધ્યાન સહિત, સંક્લેશ પરિણામ રહિત, વીતરાગતા પૂર્વક સમાધિ–મરણ નામના રાજાની મદદ મેળવું તે ફરી મારા આત્મા દેહ ધારણ જ ન કરે; દુઃખને પાત્ર ન થાય. સમાધિ–મરણ નામનેા મહા ન્યાયી રાજા છે. મને તેનું જ શરણુ હે! મારું કુમરણ ન થાઓ !
આત્મદર્શી, આત્મજ્ઞાનીએ મૃત્યુ નામના મિત્રની કૃપાથી સર્વ દુઃખના દેનાર દેહપિંડને દૂર ફેંકી દઈને સુખ સંપત્તિ પામે છે,
આ સાત સાધુ (હાડકાં આદિ) થી બનેલે અપવિત્ર, વિનાશી દેહ છોડીને ક્રિમ, વૈક્રિયિક દેહમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારની સુખ સંપત્તિએ મેળવવી એ બધા પ્રભાવ આત્મજ્ઞાનીના સમાધિમરણના છે. સમાધિ–મરણ સમાન આ જીવને ઉપકાર કરનાર કેાઈ નથી. આ દેહમાં ભિન્ન ભિન્ન દુઃખ ભોગવવાં, મહા રોગ આદિનાં દુઃખ ભોગવીને મરવું, ફરીથી તિર્યંચદેહમાં તથા નરકમાં અસંખ્યાત કે અનંત કાળ સુધી અસંખ્યાત દુઃખા ભાગવવાં, અને જન્મમરણરૂપ અનંત પરિવર્તન કરવાં, ત્યાં કેઈ શરણરૂપ નથી. આ સંસાર પરિભ્રમણમાંથી બચાવવા કોઈ સમર્થ નથી. કદાપિ અશુભ કર્મના મંદ ઉદયથી મનુષ્યગતિ, ઊંચું કુળ, ઇંદ્રિયાની પૂર્ણતા, સત્પુરુષોના સમાગમ, ભગવાન જિનેન્દ્રના પરમાગમને ઉપદેશ મળ્યા છે; તેા હવે જો શ્રદ્ધા, જ્ઞાન, ત્યાગ, સંયમ