________________
૩૩૪
સમાધિ-સે પાન કેટલે બધો કાળ રહેવું પડત? આર્તધ્યાન, રૌદ્રધ્યાન કરીને તિર્યંચ કે નરકગતિમાં જાત! તેથી હવે મરણના ભયથી કે દેહ, કુટુંબ, પરિગ્રહ ઉપરની મમતાથી, ચિંતામણિ કે કલ્પવૃક્ષ સમાન સમાધિમરણ બગાડીને ભય સહિત, મમતા સહિત મરણ કરીને દુર્ગતિમાં ભટકવું નથી.
નામના
કામાં કર્મરૂપી
. નિત્ય ન
આ મારા કર્મરૂપી વેરીએ મારા આત્માને દેહરૂપી પાંજરામાં પૂર્યો છે. તે ગર્ભમાં આવ્યો ત્યારથી સદાય ભૂખ, તરસ, રેગ, વિયેગ ઇત્યાદિ અનેક દુઃખમાં પીડાતે પડ્યો છે. આવાં અનેક દુઃખેવાળા દેહરૂપ પાંજરામાંથી મૃત્યુ નામના રાજા વિના કેણ છોડાવે ?
આ દેહરૂપી પાંજરામાં કર્મરૂપ શત્રુ વડે પુરાયેલે હું ઇદ્રિને આધીન થઈને ઘણો ત્રાસ વેઠું છું. નિત્ય ભૂખ, તરસની વેદના ત્રાસ દે છે. નિરંતર શ્વાસોશ્વાસને પવન ખેંચ અને કાઢ, અનેક પ્રકારના રેગ ભેગવવા, પેટ ભરવા માટે પરાધીનતા વેઠી નેકરી કરવી, ખેતી, વેપાર આદિ વડે મહા કલેશ પામ, ટાઢ, તાપ, દુષ્ટોને માર, કુવચન, અપમાન સહેવાં, કુટુંબની બેડીમાં બંધાવું, ધનવાન, રાજા કે સ્ત્રીપુત્રાદિકને આધીન રહેવું, આવા મહા કારાગ્રહ જેવા દેહમાંથી મરણ નામના બળવાન રાજા વિના કેણ બહાર કાઢે? આ દેહને ક્યાં સુધી ફેરવત? નિત્ય ઉઠાડ, ભેજન કરાવવું, પાછું પાવું, સ્નાન કરાવવું, ઊંઘાડ, કામ આદિ વિષયભેગનાં સાધન મેળવવાં, જુદાં જુદાં વસ્ત્ર, આભરણે વડે શણગાર; એમ રાતદિવસ આ દેહનું દાસપણું કરતાં છતાં આત્માને અનેક પ્રકારે તે ત્રાસ આપે છે,