________________
મૃત્યુ મહાત્સવ
૩૩૩
સ્વરૂપમાં સ્થિર રહેતાં છતાં, આ જૂની દેહરૂપી ઝૂંપડીને છોડીને, નવીન દેહરૂપી મહેલ પામે, તે તે મહા ઉત્સવના અવસર જાણે!. એમાં કંઈ હાનિ નથી કે ભય પામીએ. જો પેાતાના નાયક સ્વભાવમાં સ્થિર રહીને, પરને પાતાનું માન્યા વિના પરલેાકમાં જશે, તે ધાતુ ઉપધાતુ રહિત વૈક્રિય દેહવાળા દેવ થશેા; મહદ્ધિક દેવાના પૂજ્ય મહા દેવ થશે. પણ જો અહીં ભય આદિ વડે પેાતાના જ્ઞાનસ્વભાવને બગાડી, પરમાં મમતા રાખીને મરશે, તે એકેંદ્રિય આદિના ભવમાં પોતાના જ્ઞાનના નાશ કરી જડ જેવા થઈ જશેા. મલિન, ક્લેશકારી દેહને તજીને ક્લેશરહિત ઉજ્જવળ દેહમાં જેવું એ તા મહા ઉત્સવનું કારણ છે.
પૂર્વે થઇ ગયેલા ગણધર આદિ સત્પુરુષ એમ દર્શાવે છે, કે જો મૃત્યુ મારફતે દાનાદિ સત્કર્મનું ફળ મળે છે અને સ્વર્ગનાં સુખ ભોગવાય છે તે સત્પુરુષને મરણના ડર કેમ હોય ?
કરી, અસત્ય, અન્યાય, કુશીલ,
પેાતાના કર્તવ્યનું ફળ તા મરણ થયે જ મળે છે. પેાતે છકાય જીવાની રક્ષારૂપ અભયદાન દીધું છે. રાગદ્વેષ, કામક્રોધાદિને નાશ પરધનહરણના ત્યાગ કરી, સંતેાષ ધારણ કરી, પેાતાના આત્માને અભયદાન દીધું છે. તેનું ફળ સ્વર્ગલાક સિવાય કયાં ભાગવાય ? સ્વર્ગલાકનાં સુખ મૃત્યુ નામના મિત્રની કૃપાથી જ મળે છે. તેથી મરણુ જેવા આ જીવને ઉપકાર કરનાર કોઈ મિત્ર નથી. મરણ ન આવે તે અહીં મનુષ્ય ભવમાં વૃદ્ધ થયેલા દેહમાં અનેક પ્રકારનાં દુઃખ ભોગવતાં