________________
૩૩ર
સમાધિ-સેવાના પ્રાર્થના કરું છું કે મને મરણ સમયે વેદના-મરણ તથા આત્મજ્ઞાન રહિત મરણ ન હેસર્વજ્ઞ વીતરાગ જન્મમરણ રહિત થયા છે તેથી હું પણ સર્વજ્ઞ વીતરાગને શરણ સહિત, સંલેશ રહિત ધર્મધ્યાનથી મરવા ઈચ્છતે વીતરાગનું જ શરણ ગ્રહણ કરું છું.
હે આત્મા! સેંકડો કીડાની જાળથી ભરેલા, રોજ જન થતા દેહરૂપ પાંજરાને નાશ થતાં તારે ભય પામવા જેવું નથી. કારણ કે તું તે જ્ઞાનરૂપી શરીરવાળે છે.
જેમાં સર્વ પદાર્થો ભાસી રહ્યા છે એવું જ્ઞાન તારું સ્વરૂપ છે. તું અમૂર્તિક, જ્ઞાનતિસ્વરૂપ, અખંડ, અવિનાશી, જ્ઞાતા દ્રષ્ટા છે. આ શરીર તે હાડકાં, ચામડાં, માંસમય ઘણું ગંધાતું વિનાશી છે. તે તારા સ્વરૂપથી અત્યંત ભિન્ન છે. આ દેહ તે પૃથ્વી, પાણી, પવન અને અગ્નિના પરમાણુઓને પિંડ છે. તે અંતે વિખરાઈ જશે. પણ તું અવિનાશી, અખંડ જ્ઞાયકરૂપ થઈને દેહના નાશને ભય શા માટે રાખે છે? | હે જ્ઞાની! તને વીતરાગી સમ્યકજ્ઞાની ઉપદેશ દે છે કે મૃત્યુરૂપ મહાન ઉત્સવને પ્રસંગ આવ્યો છે, તે ભય શાને રાખે છે? આ આત્મા પિતાના સ્વરૂપમાં સ્થિરતા રાખીને અન્ય દેહની સ્થિતિરૂપ બીજા નગરમાં જાય છે, એમાં ભય પામવાનું કારણ ક્યાં છે?
જેવી રીતે કેઈ એક જૂની ઝૂંપડીમાંથી નીકળીને અન્ય નવા મહેલમાં વસવા માટે પ્રવેશ કરે ત્યારે તે મહા ઉત્સવને અવસર ગણાય છે. તેવી રીતે આ આત્મા પિતાના