________________
૩૪૧
મૃત્યુ મહેસૂલ છે. તેમાં વસવા સિવાય બીજું કોઈ પિતાનું નિવાસસ્થાન ક્યાંય જણાતું નથી. આવા દેહમાં રોગ આદિથી દુઃખ ઊપજે છે, ત્યારે સત્પરુષે દેહને મેહ તજી દે છે. દેહ સાક્ષાત્ દુઃખદાયી, અસ્થિર, વિનાશી દેખાય છે. તેનું કૃતધ્રપણું પ્રગટ દેખાય છે એટલે અવિનાશી પદ પ્રાપ્ત કરવા ઉદ્યમી થાય છે. વીતરાગતા પ્રગટ થાય છે, ત્યારે એવા વિચાર ઊપજે છે કે, આ દેહની મમતા કરીને, મેં અનંતકાળ જન્મ, મરણ, નાના પ્રકારે વિયેગ, રેગ, સંતાપ આદિનાં, નરક આદિ ગતિઓમાં દુઃખ ભેગવ્યાં. હજી પણ આવા દુઃખદાયી દેહમાં જ ફરીથી મમતા કરીને, આત્માને ભૂલી જઈ, એકેન્દ્રિયાદિ અનેક કુગતિમાં ભમવાનું થાય તેવાં કર્મ ઉપાર્જન કરવા મમતા કરું છું. આ શરીરમાં તાવ, ખાંસી, દમ, શૂળ, વાત, પિત્ત, અતિસાર, મંદાગ્નિ ઈત્યાદિ જે રેગ ઊપજે છે, તે આ દેહ ઉપરની મમતા ઘટાડવામાં મહા ઉપકાર કરનાર છે, ધર્મમાં સાવધાન કરનાર છે. જે રેગ આદિ ન ઊપજત તે દેહ ઉપરથી મારી મમતા પણ મટત નહીં અને અહંકાર પણ ઓછો થાત નહીં. હું તે મેહના અંધકારમાં આંધળે બનીને દેહને અજર અમર માની રહ્યો હતું, પણ હવે આ રોગની ઉત્પત્તિથી હું જાગ્રત થયો. આ દેહને અશરણ જાણ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ એ જ એક નિશ્ચય શરણ છે એમ જાણી, આરાધનાના ધારક ભગવાન પરમેષ્ટીને ચિત્તમાં ધારણ કરું છું. આ અવસરે મારે એક જિનેંદ્રના વચનરૂપ અમૃત જ પરમ ઔષધ હો. જિતેંદ્ર ભગવાનને વચનામૃત વિના વિષય-કષાયરૂપ રિગથી ઊપજેલી બળતરા શમાવવા કેઈ સમર્થ નથી. બાહ્ય