________________
૩૪૨
સમાધિ-સાપાન
ઔષધ આદિ તે અશાતા કર્મ મંઢ થાય, ત્યારે થાડા વખત કોઈ રોગના ઉપશમ કરે. આ દેહ તા અનેક રોગોથી ભરેલા છે, તેમાંથી કોઈ એક રેગ કદાપિ મટયો, તાપણ અન્ય રાગેાથી ઊપજેલી ઘાર વેદના ભાગવીને આખરે મરવું જ પડશે. તેથી જન્મ, જરા, મરણુરૂપ રાગને હરનાર ભગવાનના ઉપદેશરૂપ અમૃતનું જ હું પાન કરું છું.
ઔષધ આદિ હજારા ઉપાય કર્યાં છતાં, વિનાશી દેહમાંના રેગ મટવાના નથી. તેથી રાગ વિષે ચિંતવન કરી, સંક્લેશ પરિણામથી કુગતિનું કારણ દુર્ધ્યાન કરવું યાગ્ય નથી. રોગ આવે ત્યારે હર્ષે માના. રાગના પ્રતાપે આવા ઘરડા, ગળી ગયેલા દેહમાંથી છૂટવાનું બનશે. રાગ ન આવે, પૂર્વે કરેલાં કર્મ નિર્જરે નહીં, તેા દેહરૂપી મહા ગંધાતા, દુ:ખદાયી કેદખાનામાંથી ઝટ છુટાય નહીં. જેમ જેમ રોગરૂપી મિત્રનું બળ દેહમાં વધે તેમ તેમ રાગબંધનથી, કર્મબંધનથી, શરીરબંધનથી છૂટવાનું વહેલું અને છે. આ રોગ તે દેહમાં છે, તે આ દેહના નાશ કરશે. હું તે અરૂપી, ચૈતન્ય સ્વભાવવાળા, અવિનાશી, જ્ઞાતા છું. આ રોગથી થતું દુઃખ મારા જાણવામાં આવે છે. હું તે તેને જાણનારા જ છું. દેહની સાથે મારે નાશ થવાના નથી. જેવી રીતે લેાઢાની સંગતથી અગ્નિ ઘણુના ઘા સહન કરે છે તેવી રીતે શરીરના સંગથી વેદનાનું જાણવું મારાથી અને છે. અગ્નિથી ઝૂંપડી મળે છે પણ ઝૂંપડીમાંનું આકાશ મળતું નથી. તેવી રીતે શરીરમાં અવિનાશી, અમૃત્તિક, ચૈતન્ય ધાતુમય આત્મા છે, તેના રાગરૂપી અગ્નિથી નાશ થતા નથી. પાતાનાં આંધેલાં કર્મ પાતાને ભાગવવાં જ પડશે.