________________
૩૪૩
મૃત્યુ મહત્સવ કાયર થઈને ભેગવીશ તે પણ કર્મ છેડશે નહીં અને ધીરજ ધરીને ભગવીશ તે પણ કર્મ નહીં છોડે. બન્ને લેકને બગાડનાર કાયરપણાને ધિક્કાર છે. કર્મને નાશ કરનાર ધીરજ ધારણ કરવી એ જ શ્રેષ્ઠ છે. - હે આત્મા! રોગ આવતાં તું આટલે કાયર થાય છે, તે વિચાર કર કે નરકમાં આ જીવ કેટકેટલા ત્રાસ ભોગવી અસંખ્યાત વાર, અનંત વાર માર્યો ગયે છે, કા ગયે છે, છેદ્યો ગયે છે, ફાડ્યો ગયે છે, ચી ગયું છે, અહીં તે તારે શું દુઃખ છે? તિર્યંચ ગતિના ઘેર દુઃખ જ્ઞાની ભગવાન પણ વાણીથી કહેવા સમર્થ નથી. તિર્યંચ ગતિમાં પૂર્વે અનંતવાર અગ્નિમાં બળી મર્યો છે. અનંતવાર પાણીમાં ડૂબી ડૂબીને મર્યો છે. અનંતવાર ઝેર ખાઈને મર્યો છે. અનંતવાર સિંહ, વાઘ, સાપ વગેરેના કરડવાથી મર્યો છે. હથિયારથી હણાય છે. અનંતવાર ટાઢની વેદના ભેગવી મર્યો છે. અનંતવાર ઉષ્ણ વેદનાથી મર્યો છે. અત્યારની આ રેગની વેદના શા હિસાબમાં છે? રેગ જ ઉપકાર કરનાર છે.
રોગ થ ન હોત તે દેહ ઉપરથી મારે સ્નેહ ઘટત નહીં, સર્વથી છૂટીને પરમાત્માનું શરણ ગ્રહણ કરત નહીં. આ અવસરે જે રોગ છે તે જ મને આરાધના-મરણ માટે પ્રેરણું કરનાર મિત્ર છે. આવો વિચાર કરનાર જ્ઞાની રોગ આવ્યે કલેશ કરતા નથી, પણ મેહને નાશ કરવા માટે ઉત્સવને અવસર આવ્યો માને છે.
આ લેકમાં મરણ છે તે લેકને સંતાપ આપનારું ગણાય છે, પણ સમ્યકજ્ઞાનીને અમૃતસંગ એટલે નિર્વાણને