________________
૩૪૪
સમાધિ-સે પાન આપનાર છે. કાચા ઘડાને અગ્નિમાં પકવે છે તે અમૃતરૂપ જળ ભરાય તેવો બને છે. કાચ ઘડો અગ્નિમાં પાક્યો નથી, ત્યાં સુધી તેમાં પાણી ભરાતું નથી. એક વાર અગ્નિમાં રહીને પાકે થયે, એટલે ઘણા કાળ સુધી પાણીના સંસર્ગને પાત્ર થાય છે, તેમ મરણ અવસરે સમભાવ સહિત, એક વાર સંતાપ સહન થાય તે તે મેક્ષને પાત્ર થઈ જાય છે.
અજ્ઞાનીને મૃત્યુના નામ માત્રથી પરિણામમાં સંતાપ થાય છે કે, હું હવે ચાલ્ય; હવે કેમ જિવાશે ? શું કરીશ? કેણ રક્ષણ કરશે? એ સંતાપ, ગભરાટ ઊપજે છે. અજ્ઞાની તે બહિરાત્મા છે, દેહાદિક બાહ્ય વસ્તુને જ આત્મા માને છે. જ્ઞાની સમ્યક દ્રષ્ટિ છે, તે એમ માને છે કે, આયુષ્યકર્મ આદિન નિમિતે દેહ ધારણ કરે છે, અને ટકેલે છે, તેની સ્થિતિ પૂરી થઈ રહેશે એટલે દેહ અવશ્ય છૂટશે. પરંતુ હું આત્મા અવિનાશી જ્ઞાનસ્વરૂપ છું. જીર્ણ દેહ છોડી નવા દેહમાં પ્રવેશ કરતાં મારે કંઈ નાશ થવાને નથી.
ઘણા કષ્ટ વ્રત પાળીને પુરુષ જે ફળ પ્રાપ્ત કરે છે, તે ફળ મૃત્યુને અવસરે થોડા વખત સુધી શુભ ધ્યાનરૂપ સમાધિમરણ વડે સુખે સાધી શકાય એમ છે.
જે સ્વર્ગમાંનું ઇંદ્ર આદિ પદ કે પરંપરાએ મેક્ષપદ, પાંચ મહાવ્રતાદિ કે ઘેર તપ આદિ વડે સિદ્ધ થાય છે, તે પદ, મૃત્યુના અવસરે જે દેહ કુટુંબ આદિની મમતા છેડી, ભયરહિત થઈ, વીતરાગતા સહિત ચાર આરાધનાનું શરણ ગ્રહણ કરી, કાયરતા તજી, પિતાના જ્ઞાયક સ્વભાવનું અવલંબન લઈને મરણ કરે તે સહજ સિદ્ધ થાય છે.