________________
મૃત્યુ મહાત્સવ
૩૪૫
સ્વર્ગમાં મહર્ષિક દેવ થઈને, ત્યાંથી ચવીને ઉત્તમ કુળમાં ઊપજીને, ઉત્તમ સંહનન આદિ સામગ્રી પામીને, દીક્ષા ધારણ કરીને, પેાતાના રત્નત્રયની પૂર્ણતા પ્રાપ્ત કરી મેક્ષે પધારે છે. જેને મરણ અવસરે આર્ટ (દુઃખવાળાં) પરિણામ ન હેાય, શાંતિવાળું એટલે રાગ રહિત, દ્વેષ રહિત, સમભાવરૂપ ચિત્ત હેાય તે પુરુષ તિર્યંચ ( પશુ આદિ ) ન થાય, નારકી ન થાય. જે ધર્મધ્યાન સહિત અનશનવ્રત ધારણ કરીને મરે, તે તે દેવલાકમાં ઇંદ્ર કે મદ્ધિક દેવ થાય; બીજી ગતિ ન થાય, એવા નિયમ છે.
આરાધના
ઉત્તમ મરણના આ અવસર પામીને સહિતના મરણ માટે પુરુષાર્થ કરે. મરણ આવતાં ભયભીત થઇને પરિગ્રહમાં મમત્વ રાખીને, આતે પરિણામથી મરીને કુગતિમાં ન જાએ. આવા અવસર અનંત ભવામાં પણ નહીં મળે. મરણુ તા છોડવાનું નથી, તેથી સાવધાન થઈને ધર્મધ્યાન સહિત ધીરજ ધારણ કરીને દેહના ત્યાગ કરી.
તપનું કષ્ટ વેઠવાનું, વ્રત પાળવાનું અને શાસ્ત્ર ભણવાનું ફળ તા સમાધિ એટલે આત્માની સાવધાની સહિત મરણ કરવું એ છે.
હે આત્મા ! તેં આટલા કાળ સુધી ઇંદ્રિયના વિષયેાની વાંછા છેાડીને અનશન આફ્રિ તપ કર્યાં છે, તે આહાર આઢિના ત્યાગ સહિત, સંયમ સહિત, દેહની મમતા રહિત સમાધિમરણને માટે કર્યાં છે. જે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહના ત્યાગ આદિ વ્રત ધારણ કર્યાં છે, તે પણ, સમસ્ત દેહાદિ પરિગ્રહની મમતાના ત્યાગ કરીને, મન–