________________
સમાધિ-સોપાન વચન-કાયાથી સર્વ આરંભાદિ તજીને, સમસ્ત શત્રુ-મિત્રે પ્રત્યે વેર કે રાગને છોડીને, ઉપસર્ગમાં ધીરતા ધારણ કરીને, પોતાના એક જ્ઞાયક સ્વભાવનું અવલંબન કરીને સમાધિમરણ કરવાને માટે કર્યો છે. જે સમસ્ત શ્રુતજ્ઞાનને અભ્યાસ કર્યો છે, જ્ઞાનની આરાધનામાં કાળ વ્યતીત કર્યો છે, તે પણ સંક્લેશ રહિત થઈને, ધર્મધ્યાન વડે, દેહાદિથી ભિન્ન પિતાને જાણીને, ભયરહિત સમાધિમરણને માટે જ. મરણના અવસરે પણ મમતા, ભય, રાગ, દ્વેષ, કાયરતા, દીનતા નહીં છોડે તે, આટલા કાળ સુધી તપ કર્યું, વ્રત પાળ્યાં, કૃતજ્ઞાનને અભ્યાસ કર્યો તે બધું નિરર્થક થશે. તેથી આ મરણને અવસરે કદાપિ પણ સાવધાની કે સમાધિ ભૂલશે નહીં. '
જે વસ્તુને અતિ પરિચય કે બહુ સેવન થાય તેમાં અવજ્ઞા કે અનાદર થાય છે, રૂચિ ઘટી જાય છે અને નવીન વસ્તુના સંગમમાં પ્રીતિ થાય છે, એ વાત પ્રસિદ્ધ છે. તે જીવ ! તે આ શરીરનું ઘણું કાળથી સેવન કર્યું છે, આને નાશ થતી વખતે અને નવીન દેહને લાભ થતાં ભય કેમ રાખે છે? ભય રાખ યેગ્ય નથી.
આ શરીર ઘણે કાળ ભેગવતાં વૃદ્ધ થઈ ગયું છે, સાર રહિત થઈ ગયું છે, નવીને સુંદર દેહ ધારણ કરવાને વખત આવતાં કેમ ભય પામે છે? આ જીર્ણ દેહ તે નાશ પામશે જ. એમાં મમતા રાખીને, મરણ બગાડી દુર્ગતિને કારણરૂપ કર્મ ન બાંધે.
જે ભય રહિત થઈને, સમાધિ—મરણ માટે ઉત્સાહ રાખીને, ચાર આરાધનાઓને આરાધીને મરણ કરે છે તેની