________________
સલ્લેખનાના પ્રકાર
૩૪૭
સ્વર્ગલેાક સિવાય બીજી ગતિ થતી નથી. સ્વર્ગમાં મહિઁક દેવ જ થાય છે એમાં સંશય નથી. સ્વર્ગમાં આયુષ્યના અંત પર્યંત મહા સુખ ભોગવીને, આ મનુષ્યલાક વિષે, પુણ્યરૂપ નિર્મલ કુળમાં અનેક લેકે સ્મરણ કરતા હેાય ત્યાં જન્મે છે. પોતાના સેવકજન તથા કુટુંબ પરિવાર મિત્રાદિ જનાને અનેક પ્રકારે ઇચ્છેલાં ધન, ભાગાદિ રૂપ ફળ આપીને, પુણ્યથી પ્રાપ્ત થયેલા ભાગોને નિરંતર ભાગવીને, આયુષ્ય જેટલા થોડા વખત પૃથ્વીમંડળ ઉપર સંયમ આદિ સહિત વીતરાગ રૂપે રહીને, જેવી રીતે નાટકમાં નાચનાર પુરુષ લેાકાને આનંદ ઉપજાવીને જતા રહે છે, તેમ તે સત્પુરુષ સર્વ લેાકેાને આનંદ ઉપજાવીને પેાતે જ દેહના ત્યાગ કરીને મેાક્ષ પ્રાપ્ત કરે છે. સલ્લેખનાના ઇચ્છકે આ પ્રમાણે મૃત્યુમહાત્સવના પાઠ ઉપકારી ાણી ચિંતવન કરવા ચેાગ્ય છે. *
સલ્લેખનાના પ્રકાર :—
સલ્લેખના એ પ્રકારની છે. એક કાયસલ્લેખના; બીજી કષાયસલ્લેખના. અહીં સલ્લેખનાના અર્થ સમ્યપ્રકારે કુશ કરવું એવા છે.
* શ્રી સદાસુખદાસજીએ સં. ૧૯૧૮માં આ ભાષા લખેલી તે ઉપકારક જાણી આ રત્નકરડ શ્રાવકાચારની ભાષામાં સલ્લેખનાના કથનમાં એઓશ્રીએ જોડી દીધી છે. એ વયનિકાના અંતમાં પોતે જ જણાવે છે :
દાહામૃત્યુ મહેાત્સવ-વનિકા, લખી સદાસુખ કામ; શુભ આરાધનથી મરી, પામું નિજ સુખ ધામ. ૧. ઓગણીસા અઢારની સુદ, પાંચમ માસ અસાઢ; પૂરણ લખી વાંચા સદા, મન ધરી સમ્યક્ ગાઢ.