________________
૩૩૦
સમાધિ-સંપાન. પ્રકારે છે તે સર્વ દેહના સંગથી જ મને પ્રાપ્ત થયા છે. રાગ, દ્વેષ, મેહ, કામ, ક્રોધાદિની ઉત્પત્તિનું કારણ પણ એક દેહને સંબંધ જ છે. આ પ્રકારે દેહ ઉપર વૈરાગ્ય લાવી સર્વ વ્રતની દૃઢતા ધારણ કરવી.
પછી સંન્યાસના અવસરમાં શેક, ભય, ખેદ, નેહ, અપ્રસન્નતા, અરતિ ઈત્યાદિ છોડીને કાયરતાને અભાવ કરે. પિતાના આત્મસ્વરૂપને પ્રકાશ કરીને અને ધૃતરૂપ અમૃત વડે મનને પ્રસન્ન કરવું.
અનાદિ કાળથી પર્યાય (દેહાદિ અવસ્થા, દશા) માં. સંસારી જીવને આત્મબુદ્ધિ થઈ રહી છે. પર્યાય-દેહના નાશને જ પિતાને નાશ માને છે. જ્યારે પર્યાયને નાશ, ધન, પરિગ્રહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, બાંધવ આદિ સર્વ સંગને વિયેગ થતે દેખાય છે ત્યારે મિથ્યાદ્રષ્ટિને ઘણે શેક ઊપજે છે. સમ્યફદ્રષ્ટિને શેક થતું નથી; તે એવો વિચાર કરે છે કે હે આત્મા ! દેહ તે અનંતાનંત ગ્રહણ થઈ થઈને છૂટ્યા. આ દેહ રેગેનું ઉત્પત્તિસ્થાન છે, સદાય ભૂખ, તરસ, ટાઢ, તાપ, ભય આદિ ઉપજાવનાર છે, મહા કૃતઘી છે, અવશ્ય નાશ પામનાર છે, આત્માને સર્વ પ્રકારે દુઃખ, ફ્લેશ ઉપજાવનાર છે. દુષ્ટના સમાગમની પેઠે તે તજવા યોગ્ય છે, સર્વ દુઃખનું બીજ છે, મહા સંતાપ ઉપજાવનાર છે નિરંતર ભય ઉપજાવનાર છે. કેદખાના સમાન પરાધીન કરનાર છે. જેટલા પ્રકારનાં દુઃખ છે તે સર્વ દુઃખ દેહના સંગથી ભેગવાય છે. આત્મસ્વરૂપને ભુલાવનાર છે. તૃષ્ણારૂપી અગ્નિથી બાળનાર છે. મહા મલિન છે. કીડાના.