________________
સમાધિ-મચ્છુના ઇચ્છકે કરવા યોગ્ય
૩૨૯
સંન્યાસ
ઉપાધિને ત્યાગ કરીને વિકલ્પ રહિત થાય. ( સંથારા ) ના અવસર જાણી પરિગ્રહના ત્યાગ કરે તે પહેલાં કાર્બનું દેવું હાય તે તે પતાવી દે; કેાઈનાં ધનાદિ કે જમીન—જગ્યા પાતે અનીતિથી લીધી હાય તા તેને પાછી આપી દઈ, તેને રાજી કરે, સંતાષ પમાડે; પેાતાના અપરાધ ક્ષમા કરાવે, પેાતાની નિંદા-ગાઁ કરે; જે ધન પરિગ્રહ હાય તેની યાગ્ય વહેંચણી કરી, નિરાકુળ થઇ જાય. સ્ત્રીના ભાગ સ્ત્રીને આપે, પુત્રાના વિભાગ પુત્રાને આપે, પુત્રીના યોગ્ય વિભાગ પુત્રીને આપે; દુઃખી, દીન, અનાથ, વિધવા વગેરે પાતાને આશરે બહેન, બનેવી, ભાઈ વગેરે રહેતાં હાય તેમને ઘટે તે તેમને આપે. સમસ્ત પરિગ્રહ તજે, મમતા રહિત થઈને દેહને સારા કરવાની દરકાર તજે, સ્ત્રી, પુત્ર, ઘર આદિ સર્વે કુટુંબ, શય્યા, આસન, વસ્ત્ર આફ્રિ ઉપરથી મમતા છેડે. એમને અને મારે હવે કેટલેા સંબંધ છે એમ વિચારી, જે દેહના સંબંધે સંબંધ હતા તે દેહના તા હવે ત્યાગ કરતા હેાવાથી દેહના સંબંધી ઉપર મમતા ના કરે.
મારા આત્માના સંબંધ તા આત્મસ્વભાવરૂપ સમ્યક્-દર્શન, સમ્યજ્ઞાન, સમ્યચારિત્ર સાથે છે. તે મારા નિજ સ્વભાવ છે. દેહ તેા ચામડી, હાડકા, માંસ, લેાહીમય છે, કૃતઘ્ર છે, જડ છે; એ મારા નથી, હું તેના નથી. દેહ વિનાશી છે, મારું સ્વરૂપ અવિનાશી છે. મને અજ્ઞાનભાવથી આમાં મમતા હતી તેથી અશુભ કર્મો બંધાયાં છે; હવે આવા દેહના સંબંધના નાશ ઇચ્છું છું. દેહના મમત્વથી જ અનંત જન્મમરણ થયાં છે. સંસારમાં જેટલા દુઃખના