________________
૩૨૮
સમાધિ-પાન છેડીને મારે આત્મા જેવી રીતે સંસારસાગરમાં રાગાદિને વશ થઈને ડૂબે નહીં તે પ્રયત્ન કરવા યોગ્ય છે. આ પ્રમાણે નેહ, વેર આદિક છેડીને અને દેહ, પરિગ્રહ આદિ ઉપરથી રાગ છેડીને મન શુદ્ધ કરે. સમાધિ-મરણના ઈચ્છકે કરવા યોગ્ય :
જે વાય અપરાધ કર્યા હોય, બીજા પાસે કરાવ્યાં હોય અને કરતાને ભલે જાણ્યું હોય તે અપરાધની એકાંતમાં, નિર્દોષ, જ્ઞાની, વિતરાગી ગુરુ પાસે કપટ રહિત આલેચના કરવી અને મરણ પર્યત સમસ્ત મહાવ્રત ધારણ કરવાં.
વીતરાગ નિર્દોષ ગુરુને સંગ મ હોય, પિતાના રાગાદિ કષાય ઘટયા હોય, પરિષહાદિ સહન કરવાને પિતાનું શરીર તથા મન સમર્થ હેય, ધૈર્ય આદિ ગુણને ધારક હોય, નિગ્રંથ વીતરાગ ગુરુ નિર્વાહ કરવા સમર્થ હોય, દેશ, કાલ, સહાય કરનાર આદિને શુદ્ધ સંગ પ્રાપ્ત હોય તે મહાવ્રત અંગીકાર કરવાં. બાહ્ય તથા અભ્યતર સામગ્રી હોય નહીં તે પિતાનાં પરિણામમાં જ પંચપરમેષ્ઠીનું ધ્યાન કરી અરિહંતાદિક પાસે આલેચના કરે. પિતાની યોગ્યતા પ્રમાણે સર્વે પાંચ પાપ (હિંસા, જૂઠ, ચેરી, મૈથુન, પરિગ્રહ) ને ત્યાગ કરીને ઘરમાં રહ્યા છતાં, મહાવ્રતી જેવા બનીને, રેગ આદિ વેદના કાયરતા રહિત ભારે ધીરજથી સહન કરે. દુઃખરૂપ વેદનાને બહાર પ્રગટ કર્યા વિના સહન કરે, કર્મના ઉદયને પિતાના સ્વભાવથી ભિન્ન જાણી, સર્વ શત્રુ, મિત્ર, સંયોગ, વિયેગમાં સમભાવ રાખે. પરિગ્રહાદિ