________________
સંન્યાસમરણની શરૂઆત
૩ર૭ તે આ વિનાશી, અજ્ઞાન, જડરૂપ પુગલમય દેહ ઉપરથી સ્નેહ ઉઠાડી, મારા અવિનાશી જ્ઞાયક આત્મા ઉપર ઉપકાર કરવામાં ઉદ્યમ કરે યોગ્ય છે. મારે જ્ઞાનદર્શન સ્વભાવવાળો આત્મા, રાગ, દ્વેષ, મહાદિથી ના હણાય, જ્ઞાનાદિની ઉજજવળતા પ્રગટ થાય અને વીતરાગ નિજ સ્વભાવની પ્રાપ્તિ થાય તેવા પ્રયત્ન કરે યેગ્ય છે.
આવા દેહ તે અનંતાનંત વાર ધારણ કરી કરીને છેડ્યા છે. મેં દર્શન, જ્ઞાન, ચારિત્રની વિપરીતતાથી, વિપરીત શ્રદ્ધા, વિપરીત જ્ઞાન, વિપરીત આચરણથી ચારે ગતિમાં પરિભ્રમણ કર્યું છે.
ક્યાં મારું સર્વને જાણનાર સર્વજ્ઞ સ્વરૂપ અને ક્યાં એકેન્દ્રિય ભવમાં અક્ષરના અનંતમા ભાગ જેટલું રહેલું જ્ઞાન! અનંત શક્તિ અંતરાયકર્મના ઉદયથી નાશ પામીને પૃથ્વી, પાણી, અગ્નિ, પવન અને વનસ્પતિરૂપ પાંચ સ્થાવરપણું ધારણ કરવું, બેઈદ્રિય આદિ વિકલત્રય થવું એ બધું મિથ્યા શ્રદ્ધા-જ્ઞાન–આચરણને પ્રભાવ છે.
અનંતાનંત કાળમાં કર્મના ભારે પશમ વડે વીતરાગે કહેલા સ્યાદ્વાદરૂપ ઉપદેશથી મને કંઈક સ્વ અને પરના રૂપનું ભાન થયું છે. તેથી હે સજ્જને ! હવે એ સ્નેહ કરે કે જેથી મારે આત્મા રાગ દ્વેષ મેહ રહિત થઈને, નિર્ભય થઈ આરાધનાના શરણ સહિત દેહને ત્યાગ કરે. અનાદિકાળથી અનંતાનંત મિથ્યાત્વ સહિત બાલબાલ મરણ કર્યા છે. જે એક વાર પણ પંડિત મરણ કર્યું હેત તે ફરી મરણને પાત્ર ન થાત. હવે દેહ ઉપરથી સ્નેહાદિ