________________
૩૨૬
સમાધિ-સે પાન પ્રાર્થના કરું છું કે મારે અપરાધ ક્ષમા કરે. આપ સરખા સજજને વિના કેણું માફ કરે ?
પિતે કેઈનાં ધન-ધરતી દબાવ્યાં હોય તે પાછાં સેંપી તેને રાજી કરે અને કહે કે આપનાં ધન, ધરતી. દબાવી રાખ્યાં હતાં તે આપનાં ગ્રહણ કરે. હું પાપી છું. દુષ્ટતાથી, છળકપટથી, લેભથી અંધ બનીને મેં દુરાચાર કર્યો હતે. હવે હું મનમાં પશ્ચાત્તાપ કરું છું. મેં તમને ભારે દુઃખ ઉપજાવ્યું છે. જે થયું તે ન થયું કઈ રીતે થાય એમ નથી. હવે હું શું કરું? આપ માફ કરે ઇત્યાદિ સરળ ભાવથી ક્ષમા માગી લેવી.
પિતાનાં કુટુંબી, મિત્રાદિ સ્નેહીઓ પ્રત્યે કહેવું કે તમે મારાં સ્નેહી સંબંધી છે. પરંતુ તમારે અને મારે આ દેહને લઈને સંબંધ છે. હે દેહને ઉપજાવનારી માતા! હે. દેહથી ઊપજેલાં પુત્ર, પુત્રી ! હે દેહને રમણ–વિલાસ દેનારી સ્ત્રી ! હે દેહના કુળનાં સંબંધી જન! તમારે અને મારે આ વિનાશી દેહને સંબંધ છે. તે આટલા કાળ સુધી રહ્યો. દેહ આયુષ્યને આધીન હોવાથી હવે અવશ્ય નાશ પામશે. વિનાશી દેહ ઉપર સ્નેહ રાખવો વ્યર્થ છે. દેહ ઉપર સ્નેહ રાખે તોપણ એ રહેવાને નથી. એ તે અગ્નિ આદિથી બળી ભસ્મ થઈ જશે. સર્વ પરમાણુ વીખરાઈ જશે. મારે આત્મા જ્ઞાનસ્વરૂપ છે, અવિનાશી છે, અખંડ છે, નિજરૂપ છે. નિજ સ્વભાવને વિનાશ નથી થતું. જેને. સંગ થયું છે, તેને વિયાગ અવશ્ય થાય છે. જે અનેક પરમાણુ મળીને ઊપજે છે, તેને અવશ્ય વિનાશ થાય છે.