________________
૩૨૫
સંન્યાસમરણની શરૂઆત સંન્યાસમરણની શરૂઆત –
સ્નેહ, વેર, સંગ અને પરિગ્રહનો ત્યાગ કરીને, શુદ્ધ મનવાળા થઈને, સ્વજન પરિવારના દોષેની ક્ષમા આપે. સર્વ સગાં વહાલાં સંબંધીઓ પ્રત્યે દોષ થયા હોય તેની પ્રિય, હિતકારી વચને વડે ક્ષમા માગે. એમ સર્વને ખમી ખમાવે.
સમ્યફદ્રષ્ટિને સ્નેહ અને વેર બન્નેને અભાવ હોય છે. સમ્યકજ્ઞાની એ વિચાર કરે છે કે આ ભવમાં કર્મને આધીન હું અહીં જન્મે. આ દેહના ઉપકાર–અપકારના નિમિત્તરૂપ જે પુણ્ય પાપના ઉદયે સ્ત્રી પુત્રાદિ પદાર્થો મળ્યાં તેમાંથી દેહને ઉપકાર કરનાર ઉપર દાન સન્માન આદિ વડે સ્નેહ કર્યો. જે આ દેહને ઉપકાર કરનારાં પ્રાણી, પદાર્થો તેનો નાશ કરનાર પ્રત્યે ચારિત્રમેહના ઉદયે વેર રાખી તેમનાથી વિમુખ થઈ રહ્યો. પણ આ પર્યાય (દેહ) ને નાશ થવાને અવસર આવ્યો છે. હવે તેની સાથે સ્નેહ કરું? તેની સાથે વેર કરું ? મારે એના આત્મા સાથે સંબંધ તે છે જ નહીં. આ લેક મારા આત્માને જાણતા નથી. માત્ર એમનાં અને મારાં ચામડાં દેખાય છે. ચામડાં જ સાથે મિત્ર કે શત્રુનો સંબંધ છે. આ ચામડાની તે હવે ભસ્મ થઈને એક એક પરમાણુ ઊડી જશે, હવે કેની સાથે સ્નેહ કે વેરને સંકલ્પ કરે ? પિતાની સાથે જે કેઈ વગર કારણે અભિમાનને લઈને વેર રાખનારા હોય તેમની પાસે નમ્રતાથી ક્ષમા માગવી ઘટે છે કે મારી ભૂલ થઈ છે. હું આપના જેવાથી અતડે રહેત. હવે આપને