________________
૩૨૪
સમાધિ-સે પાન સર્વદશી ભગવાન વખાણે છે. જે તપ કરનારને તપના ફળરૂપ સંન્યાસ–મરણ પ્રાપ્ત ન થયું તે તે તપ નિષ્ફળ છે. તેથી પિતાનું જેટલું સામર્થ્ય હોય તેટલું સમાધિમરણ કરવાના ઉત્તમ પુરુષાર્થમાં વાપરવું.
તપ, વ્રત, સંયમ કર્યાનું ફળ લેકમાં અનેક પ્રકારે મળે છે. તપનું ફળ દેવલેક છે. મિથ્યાવૃષ્ટિ પણ તપના પ્રભાવથી નવ રૈવેયકમાં અહમિદ્રપણું, મહાન ઋદ્ધિ આદિ સંપદા પામે છે. તપનું ફળ ચક્રવર્તીપણું, નારાયણપણું, બળભદ્રપણું, રાજેન્દ્રપણું, વૈભવ, સંપદા, રૂપ, નીરોગીપણું, બળવાનપણું, એમ અનેક પ્રકારનું છે. અખંડ આજ્ઞા, ઐશ્વર્ય, ઋદ્ધિ, વૈભવ, પરિવાર એ બધું તપનું ફળ છે. પણ અંતે સમાધિમરણ વિના સર્વ દેવાદિક સંપદા અનેક વાર ભેગવી જોગવી સંસારમાં પરિભ્રમણ જ કર્યું છે. પરંતુ તપ કરીને અંતમાં સમાધિમરણની વિધિથી આરાધનાના શરણ સહિત, ભય રહિત જેણે મરણ કર્યું, તેના તપના ફળને સર્વદશી સર્વજ્ઞાની ભગવાન વખાણે છે. કરડ પૂર્વ પર્યત તપ કર્યું હોય પણ અંતકાળમાં જેનું મરણ બગડી ગયું તેનું તપ પ્રશંસાપાત્ર નથી. તપ કરવાથી દેવેલેક કે મનુષ્યલકની સંપદા મળે પરંતુ મરણ વખતે આરાધના-મરણને નાશ થવાથી સંસારપરિભ્રમણ જ કરે છે. જેવી રીતે અનેક દૂર દેશાવરમાં ઘણું ભટકીને ધનની ઘણુ કમાણી કરી ઘેર આવતાં પિતાના નગરની સમીપમાં ધન લૂંટાઈ ગયું તે ગરીબ થઈ જાય છે તેમ આખા ભવમાં તપ, વ્રત, સંયમ ધારણ કર્યા છતાં અંતકાળમાં જે આરાધનાને નાશ કરી દીધે તે અનેક જન્મ મરણ કરવાને પાત્ર થાય છે.