________________
દશ લક્ષણરૂપ ધર્મ (ઉપસંહાર)
૩૫ નથી. અભિમાની કેઈને પ્રિય લાગતું નથી. વગર કારણે અભિમાનીના લેકે વેરી બને છે અને પરલેકમાં હલકા મનુષ્ય-તિર્યંચના અવતાર ધારી અસંખ્યાત કાળ સુધી તિરસ્કારને પાત્ર અનેક રીતે થાય છે. તેથી કઠોર પરિણામ તજી માર્દવ ભાવ નિરંતર ધારણ કરે. ૩. ઉત્તમ આર્જવ – | સર્વ અનર્થોનું મૂળ કપટ છે; પ્રીતિ અને પ્રતીતિને તે નાશ કરે છે. કપટીનામાં અસત્ય, છળ, નિર્દયતા, વિશ્વાસઘાત આદિ ઘણા દેશે વસે છે. કપટીમાં ગુણે રહેતા નથી, માત્ર દોષોને ભંડાર તે બને છે. માયાવી આ લેકમાં અપયશ પામે છે અને મરીને તિર્યંચ-નરક આદિ ગતિ પામે છે, ત્યાં અસંખ્યાત કાળ સુધી પરિભ્રમણ કરે છે. માયાચાર રહિત આર્જવધર્મ-સરળતા ધારે તેનામાં સર્વ ગુણે આવીને વસે છે તે સર્વની પ્રીતિ, પ્રતીતિને પાત્ર બને છે; પરકમાં દેવને પૂજ્ય ઈદ્ર-પ્રતિદ્ર આદિ થાય છે. માટે સરળ પરિણામ જ આત્માને હિતકારી છે. ૪. ઉત્તમ સત્ય –
સત્યવાદીમાં સર્વ ગુણ વસે છે, કપટ આદિ દોષરહિત તે જગતમાં અહીં માન પામે છે અને પરલેકમાં અનેક દેવ, મનુષ્ય આદિ તેની આજ્ઞા ઉઠાવે છે. અસત્યવાદી આ લેકમાં જ નિંદાને પાત્ર થાય છે, કેઈ તેને વિશ્વાસ કરતું નથી; તેનાં સગાં, મિત્રે વગેરે પણ તેનું અપમાન કરી તેને ત્યાગ કરે છે; રાજા જૂઠાની જીભ કપાવે છે, તેનું સર્વ ધન હરણ કરી લે છે. વળી પરભવમાં તિર્યંચ ગતિમાં