________________
૩૧૪
સમાધિ-પાન, ૨. ઉત્તમ માર્દવ :
કઠોરતા રહિત કમળ પરિણમી જીવ ઉપર ગુરુની ભારે કૃપા હોય છે, માર્દવ–પરિણામીને સાધુ પુરુષે પણ. સાધુ માને છે, તેથી વિનયવાળો જ જ્ઞાનને પાત્ર છે. માન રહિત કેમળ-પરિણામીને જેવા ગુણ ગ્રહણ કરાવવા હોય તથા જેવી કળા શીખવવી હોય તેવી કળા કે ગુણ તેને પ્રાપ્ત થાય છે. સર્વ ધર્મનું મૂળ, સર્વ વિદ્યાનું મૂળ વિનય. છે. વિનયવાન સર્વને પ્રિય લાગે છે. બીજા ગુણે જેનામાં ન હોય તે પુરુષ પણ વિનય વડે માન્ય બને છે. વિનય. પરમ આભૂષણ છે. કમળ-પરિણામીના દિલમાં દયા વસે છે. માર્દવથી સ્વર્ગ લેકમાં ઇંદ્રાદિની સંપદા અને નિર્વાણની. અવિનાશી સંપદા પ્રાપ્ત થાય છે.
કઠોર પરિણામને શિક્ષા અસર કરતી નથી. સજ્જન. પર અવિનયી, કઠોર પરિણામને દૂરથી ત્યાગવાના ભાવ. રાખે છે. જેવી રીતે પથ્થરમાં પાણી પ્રવેશ કરી શકતું નથી, તેવી રીતે સદ્દગુરુને ઉપદેશ કઠોર પરિણામીના હદયમાં, પ્રવેશ કરી શકતું નથી. જે પથ્થર કે કાષ્ઠ આદિ નરમ હોય. તેને વાળ વાળ જેટલું જ્યાં જ્યાં ઘડવું હોય, છોલવું હોય ત્યાં ત્યાં વાળ માત્ર જ ઊખડી આવે તે તેની જેવી મુખાકૃતિ કે મૂર્તિ બનાવવી હોય તેવી જ બને છે પરંતુ જે કાષ્ઠ, પાષાણ કેમળતા રહિત હોય તે કારીગરના અભિપ્રાય પ્રમાણે ઘડાય નહીં, ઘડતાં ગમે તેવાં છડિયા ઊખડી. પડે, તે તેના ઘાટ ઘડી શકાતા નથી, તેવી રીતે કઠોર પરિણામને જેવી જોઈએ તેવી બોધની અસર થતી.