________________
દશ લક્ષણરૂપ ધમ (ઉપસંહાર)
૩૧૩ થાય છે, યશની રક્ષા થાય છે, ધર્મની રક્ષા થાય છે; વ્રત, શીલ, સંયમ, સત્ય એ સર્વની રક્ષા એક ક્ષમાથી થાય છે. કલહ-કંકાસનાં ઘેર દુઃખથી બચાવનાર એક ક્ષમા છે. સર્વ ઉપદ્રવ અને વેર-વિરોધ થતાં અટકાવનાર ક્ષમા જ છે.
ક્રોધથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સમૂળગાં નાશ પામે છેપિતાના પ્રાણુને નાશ થાય છે, ઘેર રૌદ્ર ધ્યાન થાય છે. ક્રોધી ક્ષણ વારમાં આપઘાત કરીને મરી જાય છે; કૂવામાં, તળાવમાં, વાવમાં કે નદી સમુદ્રમાં ડૂબી મરે છે શસ્ત્ર મારીને, ઝેર ખાઈને કે ઊંચેથી પડતું મૂકીને કુમતે મરે છે. ક્રોધી પિતાના પિતાને, પુત્રને, ભાઈને, મિત્રને, સ્વામીને, સેવકને, ગુરુને એક ક્ષણમાં મારી નાખે છે; નથી તેને દયા આવતી કે નથી કોઈને ઉપકાર સાંભરતે. ક્રોધી ઘોર નરકનાં દુઃખને પાત્ર બને છે. ક્રોધી મહા ભયંકર છે, સર્વ ધર્મને નાશ કરે છે. ક્રોધીનું વચન સત્ય હેતું નથી; પિતાને, ધર્મને અને સમભાવને બાળી મૂકે તેવાં કુવચનરૂપ અગ્નિ તે ઉછાળે છે, ધર્માત્મા સંયમી, શીલવંત મુનિ કે સગ્ગહસ્થ ઉપર ચેરી કે અન્યાયના જૂઠા આરેપ ક્રોધી મૂકે છે અને તેમને વગેરે છે. (અનંતાનુબંધી) ક્રોધના પ્રભાવથી જ્ઞાન કજ્ઞાન થઈ જાય છે. આચરણ દુરાચરણ થઈ જાય છે, શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈ જાય છે, અન્યાયમાં પ્રવૃત્તિ થઈ જાય છે. નીતિને નાશ થાય છે, અતિ આગ્રહી બનીને વિપરીત માર્ગ ચલાવે છે, ધર્મ–અધર્મ, ઉપકાર–અપકારના વિચાર રહિત કૃતઘી બને છે. માટે વીતરાગ ધર્મના ઈચ્છક હો તે કદી કોઈ
ને કરશે.