________________
વૈયાવૃત્તિ ભાવના
૨૦૩ વિરાધના કરી, આચારને લેપ કર્યો, પ્રભાવનાને નાશ કર્યો, પરમાગમથી વિમુખ થયે.
વૈયાવૃત્યની ભાવનાવાળાને એવાં પરિણામ થાય છે કે, અહો ! મેહરૂપી અગ્નિથી બળતા આ જગતમાં આ આત્મજ્ઞાની મુનિ જ્ઞાનરૂપી પાણુથી મેહરૂપી અગ્નિને ઓલવીને આત્મકલ્યાણ કરે છે. ધન્ય છે. ધન્ય છે એમને કે કામને નાશ કરી, રાગદ્વેષને ત્યાગ કરી, ઇદ્રિને જીતી આત્માના હિત માટે ઉદ્યમી થયા છે. તે કેત્તર ગુણના ધારક છે. મને એવા ગુણવંતના ચરણનું શરણ હો! ગુણો પ્રત્યે આવાં આદરવંત પરિણામ વૈયાવૃત્યથી થાય છે. જેમ જેમ ગુણેમાં પરિણામ રાચે છે તેમ તેમ શ્રદ્ધા વધે છે. શ્રદ્ધા વધે ત્યારે ધર્મમાં પ્રીતિ વધે. ધર્મમાં પ્રીતિ વધે ત્યારે ધર્મને નાયક અરિહંતાદિક પાંચ પરમેષ્ઠીના ગુણેમાં અનુરાગરૂપી ભક્તિ વધે છે. ભક્તિ કેવી હોય છે? માયા રહિત, મિથ્યાજ્ઞાન રહિત, ભેગની ઈચ્છાઓ રહિત અને મેરુ પર્વત જેવી નિષ્કપ તેમજ અચળ એવી પ્રભુભક્તિ જેને પ્રાપ્ત થાય તેને સંસાર–પરિભ્રમણને ભય નથી રહેતું. એવી ભક્તિ ધર્માત્માની હૈયાવૃત્યથી પ્રાપ્ત થાય છે. પાંચ મહાવ્રતે સહિત અને કષાય રહિત રાગદ્વેષને જીતનારા, શ્રુતજ્ઞાનરૂપ રત્નની ખાણ જેવા પાત્રને લાભ વૈયાવૃત્ય કરનારને પ્રાપ્ત થાય છે. જેણે રત્નત્રયના ધારકની વૈયાવૃત્ય કરી તેણે રત્નત્રય સાથે પિતાને સંબંધ બાંધ્યું અને તે પિતાને તથા પરને મેક્ષમાર્ગમાં સ્થાપે છે.
યાવૃન્ય અંતરંગ, બહિરંગ બન્ને પ્રકારનાં તપમાં પ્રધાન છે. કર્મની નિર્જરાનું મુખ્ય કારણ છે. જેણે આચાર્યની