________________
૨૦૪
સમાધિ-સાપાત
વૈયાવૃત્ત્વ કરી તેણે સંઘની વૈયાવૃત્ત્વ કરી, ભગવાનની આજ્ઞા પાળી, પાતાના અને પરના સંયમની રક્ષા અને શુભ ધ્યાનની વૃદ્ધિ કરી, ઇંદ્રિયાના નિગ્રહ કર્યાં, રત્નત્રયની રક્ષા કરી, અતિશયરૂપ દાન દીધું, નિવૃચિકિત્સા ગુણને પ્રગટ દર્શાવ્યો, જિનેન્દ્ર ધર્મની પ્રભાવના કરી. ધન ખરચવું સુલભ છે, પણ રાગીની સેવા કરવી દુર્લભ છે.
અન્યના અવગુણે ઢાંકવા, ગુણા પ્રગટ કરવા ઇત્યાદિ ગુણાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. વૈયાવૃત્ત્વ વિષે જિનેન્દ્ર ભગવાનની ઉત્તમ શિક્ષા જગતમાં એવી છે કે, જે કાઈ શ્રાવક કે સાધુ વૈયાવૃત્ત્વ કરે છે, તે સર્વોત્તમ એવા સિદ્ધ પદને પામે છે.
જે પેાતાની શક્તિ પ્રમાણે છકાય જીવની રક્ષા કરવામાં સાવધાન છે તેને સમસ્ત પ્રાણીઓની વૈયાવૃત્ત્વ પ્રાપ્ત થાય છે.
૧૦. અરિહ‘તભક્તિ ભાવના –
જે મન, વચન, કાયા વડે ‘જિન’ એવા બે અક્ષર સદાકાળ સ્મરણ કરે તે અદ્વૈતભક્તિ છે. અરિહંતના ગુણામાં અનુરાગ તે અરિહંતભક્તિ છે.
જે પૂર્વભવમાં સાળ કારણભાવનાઓ ભાવીને તીર્થંકર થાય છે, અરિહંત થાય છે; તેમને માટે તેા સેાળ કારણ ભાવનાઓથી ઉત્પન્ન થયેલા અદ્ભુત પુણ્યના પ્રભાવથી ગર્ભમાં આવતાં પહેલાં છ મહિના અગાઉ ઇંદ્રની આજ્ઞાથી કુબેર ખાર ચેાજન લાંબી અને નવ ચેાજન પહાળી નગરી રચે છે. તેની