________________
૨૦૫
અરિહંતભક્તિ ભાવના મધ્યમાં રાજાને રહેવાને મહેલ હોય છે. તે મહેલનું, નગરની રચનાનું કે કેટ, દરવાજા, ખાઈ વગેરે રત્નમય રચનાનું વર્ણન કે મહિમા હજારે જીભેથી પણ થઈ શકે એમ નથી. ત્યાં તીર્થકરની માતાના ગર્ભની શુદ્ધિ થાય છે, સુચક દ્વીપમાં વસનારી છપ્પન કુમારિકા દેવી માતાની અનેક પ્રકારે સેવા. કરવામાં સાવધાન રહે છે. ગર્ભમાં તીર્થકર આવે તે પહેલાં છ મહિનાથી સવારે, બપોરે અને સાંજે દરેક વખતે આકાશમેથી સાડા ત્રણ કરોડ રત્નની વૃષ્ટિ કુબેર કરે છે. ગર્ભમાં. આવે કે તરત ઇંદ્રાદિ ચારે નિકાયના દેનાં આસન કંપવાથી. ચારે પ્રકારના દે આવીને નગરની પ્રદક્ષિણા દઈ માતાપિતાની પૂજા સત્કાર આદિ કરી પિતાને સ્થાને પાછા જાય. છે. ભગવાન તીર્થકર સ્ફટિક મણિના દાબડા સમાન મળ આદિથી રહિત માતાના ગર્ભમાં રહે છે. કમળવાસિની છે દેવીઓ તથા છપ્પન રૂચક દ્વીપમાં વસનારી અને બીજી અનેક દેવી માતાની સેવા કરે છે. નવ મહિના પૂર્ણ થતાં ઉચિત અવસરે જન્મ થતાં જ ચારે નિકાયના દેવેનાં આસન કંપે છે. વાજિંત્રે અકસ્માત વાગવાથી જિનેન્દ્રને જન્મ જાણ ઘણા હર્ષ સહિત સૌધર્મ નામના ઈંદ્ર લાખ યેજન જેવડા રાવત હાથી ઉપર ચઢી ઉત્સવ કરતા કરતા આવે છે. પિતાના અસંખ્યાત દેવેના પરિવાર સહિત સાડા બાર " કરેડ જાતનાં વાજાંના મધુર સૂર અને અસંખ્યાત દેના જયજયકાર શબ્દ, અનેક ધ્વજા આદિ ઉત્સવની સામગ્રી તેમજ કરેડે અપ્સરાના નૃત્ય આદિ ઉત્સવ અને કરેડે ગંધર્વ દેવનાં ગાન સહિત જ્યાંથી ઉત્સવ કરતા કરતા આવે છે તે ઇદ્રનું સ્થાન અહીંથી અસંખ્યાત જન ઊંચું અને