________________
૨૦૬
સમાધિ-પાન અસંખ્યાત જન દક્ષિણ દિશામાં છે. ત્યાંથી આવી નગરીની પ્રદક્ષિણા દઈ ઇદ્રાણી પ્રસૂતિ ગૃહમાં જઈને માતાને માયાનિદ્રામાં ઊંઘાડી, માતાને પુત્રવિયેગનું દુઃખ ન લાગે માટે પિતાની દેવમાયાથી બીજું બાળક બનાવી ત્યાં મૂકી તીર્થકરને અત્યંત ભક્તિથી લાવી ઈદ્રને સેપે છે તે વખતે ઇંદ્રને બે આંખથી દર્શન કરીને તૃપ્તિ ન થવાથી તે હજાર નેત્ર રચીને દર્શન કરે છે. વળી ત્યાં ઈશાન આદિ સ્વર્ગોના ઇદ્રો અને ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી દેના ઇદ્રો વગેરે અસંખ્યાત દેવે પોતપોતાની સેના, વાહન, પરિવાર સહિત આવે છે. ત્યાં સૌધર્મ ઈદ્ર ઐરાવત હાથી ઉપર ચઢીને ભગવાનને ખળામાં લઈને મેરુ ગિરિ પ્રતિ જાય છે. ઈશાન ઇદ્ર છત્ર ધારણ કરે છે અને સનસ્કુમાર અને મહેન્દ્ર ચમર ઢળે છે, અન્ય અસંખ્યાત દેવ પિતપતાને કરવાના કાર્યોમાં સાવધાન થઈને મહોત્સવ સહિત, મેરુ ગિરિનાં પાંડુક વનમાં પાંડુક શિલા ઉપર અકૃત્રિમ સિહાસન છે ત્યાં જઈ, તેના ઉપર જિનેન્દ્રને પધરાવે છે, પાંડુક વનથી ક્ષીરસમુદ્ર સુધી બન્ને તરફ દેવેની હારો બની જાય છે. ક્ષીરસમુદ્ર મેરુ ભૂમિથી પાંચ કરોડ, દશ લાખ, સાડી ઓગણપચાસ હજાર યેજન દૂર છે. તે વખતે મેરુની ચૂલિકાની બન્ને બાજુ મુગટ, કુંડળ, હાર, કંકણ આદિ અભુત રત્નનાં આભરણ પહેરેલા દેવેની ચૂલિકાથી ક્ષીરસમુદ્ર સુધીની હાર બંધાઈ જાય છે, હાથે હાથ કળશ સેંપે છે. ત્યાં બન્ને તરફ ઇદ્રને ઊભા રહેવાનાં બીજો બે નાનાં સિંહાસન છે, તેના ઉપર ઊભા રહીને સૌધર્મ અને ઈશાન ઈંદ્ર કળશ લઈ એક હજાર આઠ કળશે વડે અભિષેક કરે છે. એ કળશનું મોટું એક જનનું, મધ્યભાગ ચાર યેજના