________________
૨૦૭
અરિહંતભક્તિ ભાવના પહોળે અને તે આઠ જન ઊંચે હોય છે. એ કળશમાંથી નીકળેલી ધારા ભગવાનના વમય શરીર ઉપર ફૂલની વૃષ્ટિ સમાન હરકત કરતી નથી. પછી ઇદ્રાણું કેમળ વસ્ત્રથી શરીર સાફ કરીને પિતાના જન્મને સફળ માનતી સ્વર્ગથી આણેલા રત્નમય અલંકાર તથા વસ્ત્ર પહેરાવે છે, ત્યાં અનેક દેવ અનેક પ્રકારે ઉત્સવ ઊજવે છે. તેનું વર્ણન કરી શકવા કેઈ સમર્થ નથી. પછી મેરુ પર્વતથી પહેલાંની પેઠે ઉત્સવ કરતાં કરતાં જિનેન્દ્રને લાવીને માતાને સમર્પણ કરી ઈદ્ર ત્યાં તાંડવ નૃત્ય આદિ વડે જે ઉત્સવ કરે છે તે બધાનું કરડે જીભે વડે અસંખ્યાત કાળ સુધીમાં પણ કેઈ વર્ણન કરવા સમર્થ નથી.
જિનેન્દ્ર જન્મથી જ તીર્થંકર પ્રકૃતિના ઉદયના પ્રભાવે દશ અતિશય સહિત ઊપજે છે. ૧. પરસેવા રહિત શરીર, ૨. મળ મૂત્ર કફદિ ૨હિત કાયા, ૩. દૂધના રંગ જેવું લેહી, ૪. સમચતુરસ સંસ્થાન, ૫. વાત્રષભ નારા સંહનન, ૬. અદ્દભુત અનુપમ રૂપ, ૭. મહા સુગંધી શરીર, ૮. અપાર બળ, ૯. એક હજાર આઠ લક્ષણ, ૧૦. પ્રિય, હિત, મધુર વચન. એ બધું પૂર્વે ભવે સોળ કારણભાવનાઓ ભાવેલી તેને પ્રભાવ છે. ઇન્દ્ર અંગૂઠામાં અમૃત સ્થાપ્યું તેથી અંગૂઠો ધાવીને ઊછરે છે. માતાના સ્તનનું દૂધ ધાવતા નથી. પિતાની ઉમ્મરના બાળક બનેલા દેવકુમારે સાથે કીડા કરતાં મોટા થાય છે. સ્વર્ગલેકમાંથી દેવ દ્વારા લાવેલાં મનવાંછિત વસ્ત્ર, અલંકાર, ભેજન અંગીકાર કરે છે. તે માટે રાત દિવસ દેવે હાજર રહે છે. સ્વર્ગમાંથી