________________
૨૦૮
સમાધિ પાન, આવેલાં જ વસ્ત્ર આદિ વાપરે છે, પૃથ્વીલેકનાં ભજન, આભરણ, વસ્ત્ર આદિ વાપરતા નથી.
કુમારકાળ પૂરો કરી, ઈન્દ્રાદિ દેએ ભક્તિપૂર્વક અદ્ભુત ઉત્સાહ આપવાથી પિતાએ આપેલું રાજ્ય ભેગવી સંસાર, દેહ અને ભેગે પ્રત્યે અનિત્ય આદિ બાર ભાવના ભાવતાં વૈરાગ્ય ઊપજતાં લેકાંતિક દે આવી પ્રભુની વંદના-સ્તવના કરે છે. પ્રભુને વૈરાગ્ય ભાવ ઊપજતાં જ ચારે નિકાયના ઈન્દ્રાદિક દેવેનાં આસન કંપવાથી અવધિજ્ઞાન વડે જિનેન્દ્રના તપને અવસર જાણો, મહત્સવ સહિત આવી, અભિષેક કરી, દેવલેકના વસ્ત્રાલંકાર વડે ભક્તિથી ભગવાનને શણગારી, રત્નમય પાલખી રચી જિનેન્દ્રને તે પાલખીમાં બેસારી મહત્સવ અને જય જય શબ્દો વડે તપને ગ્ય વનમાં જઈને ઉતારે છે. ત્યાં વસ્ત્ર, આભરણ બધાં તજે છે, દે અદ્ધર ઝીલી લઈ મસ્તકે ચઢાવે છે. સિદ્ધોને નમસ્કાર કરી પંચમુછી લેચ કરે છે ત્યારે ઈન્દ્ર કેશને મહા ઉત્તમ જાણી રત્નમય વાસણમાં ભરી લઈને ક્ષીરસમુદ્રમાં અતિ ભક્તિથી પધરાવે છે. કેટલેક કાળ ગયા પછી તપના પ્રભાવથી શુક્લધ્યાનના બળે #પક શ્રેણીમાં ઘાતિયાં કર્મોને નાશ કરીને કેવળજ્ઞાન ઉત્પન્ન કરે છે. ત્યારે અરિહંતપણું પ્રગટ થાય છે. કેવળજ્ઞાનરૂપ નેત્રથી ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણે કાળમાં અનુક્રમે થતી સર્વ દ્રવ્યોની અનંતાનંત પરિણતિ એક સમયમાં સર્વ સામટી જાણે છે, દેખે છે. ત્યારે ચારે નિકાયના દેવે જ્ઞાન કલ્યાણકની પૂજા, સ્તવન કરી ભગવાનના ઉપદેશને માટે અનેક રત્નમય સમવસરણ રચે છે. તે વિભૂતિનું વર્ણન કેણ કરી શકે?