________________
૨૦૨
સમાધિ-પાન આચાર્યાદિ ગુરુ શિષ્યને કૃતનાં અંગ ભણાવે, તથા વ્રત. સંયમ આદિની શુદ્ધિને ઉપદેશ આપે તે શિષ્યની વૈયાવૃત્ય છે. શિષ્ય પણ ગુરુની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે, ગુરુના ચરણની. સેવા કરે તે આચાર્યની વૈયાવૃત્ત્વ છે.
પિતાના ચૈતન્યસ્વરૂપ આત્માને રાગ-દ્વેષાદિ દોષથી લેપાવા ન દેવે, પિતાના આત્માને ભગવાનના પરમાગમમાં લગાવી દે, દશલક્ષણરૂપ ધર્મમાં લીન કરે, કામ, ક્રોધ, લેભાદિક કષાયને તથા ઇદ્રિના વિષયને આધીન થવા ન. દે, તે આત્માની હૈયાવૃત્ય છે.
રેગી મુનિનાં તથા ગુરુનાં શય્યા, આસન, કમંડળ, પછી, પુસ્તક સવારસાંજ નેત્રથી દેખીને મેરપીછિકા વડે સાફ કરવાં, અશક્ત રેગી મુનિને આહાર-ઔષધ આદિ વડે સંયમને
ગ્ય ઉપકાર કર, શુદ્ધ ગ્રંથના વાચનથી ધર્મને ઉપદેશ વડે પરિણામને ધર્મમાં લીન કરવાં, તથા ઉઠાડવા, બેસાડવા, મળમૂત્ર કરાવવાં, પાકું ફેરવાવવું ઇત્યાદિ પ્રકારે વૈયાવૃત્ય કરવી. કેઈ સાધુ થાકેલા હોય, તથા ભીલ, મ્લેચ્છ, દુષ્ટ રાજા, દુષ્ટ તિર્યંચે વડે ઉપદ્રવ પામ્યા હોય, દુષ્કાળ, મરકી, વ્યાધિ આદિ ઉપદ્રવથી પીડા પામી કાયર પરિણામવાળા થયા હોય તેમને સ્થાન આપી કુશળ પૂછી, આદર દઈને સિદ્ધાંત અનુસાર ઉપદેશ વડે સ્થિતિકરણ કરવું, સ્વસ્થપરિણામી કરવા. તે વૈયાવૃત્ત્વ છે.
જે સમર્થ હોવા છતાં પિતાના બળવીર્યને ગેપવે, છુપાવે પણ વૈયાવૃત્ય ન કરે તે ધર્મરહિત થાય છે. તેણે તીર્થંકરેની આજ્ઞા ભંગ કરી, શ્રત દ્વારા ઉપદેશેલા ધર્મની