________________
વૈયાવૃત્તિ ભાવના
૨૦૧ આ દશ પ્રકારના મુનિઓમાંથી કેઈને રેગ થાય, પરિષહોને લીધે ખેદ પામે, શ્રદ્ધા આદિ બગડી જાય અને મિથ્યાત્વાદિ પ્રાપ્ત થાય ત્યારે પ્રાસુક (શુદ્ધ-અચેત) ઔષધિ, આહારપાણી, યોગ્ય સ્થાન, લાકડાનું પાટિયું, ઘાસ વગેરેને સંસ્તર (પાથરણું) આદિ વડે તથા પુસ્તક પીછી આદિ ધર્મનાં ઉપકરણ વડે ઉપચાર, ઉપકાર કર તથા સમ્યક્ત્વમાં તેને ફરી સ્થાપન કર, ઈત્યાદિ ઉપકાર તે વૈયાવૃત્ય છે. જે બાહ્ય આહારપાણે, ઔષધ આદિને સંભવ ન હોય તે પિતાના શરીર વડે કફ, લીટ, મળ, મૂત્ર આદિ દૂર કરીને તથા તેને અનુકૂળ પડે તેમ વર્તવાથી વૈયાવૃત્ય થાય છે.
વૈયાવૃત્યથી સંયમનું સ્થાપન, દુગંછાને અભાવ, પ્રવચનમાં વાત્સલ્યપણું અને સનાથપણું ઇત્યાદિ અનેક ગુણ પ્રગટે છે. વૈયાવૃત્ય પરમ ધર્મ છે. વૈયાવૃત્ય ન હોય તે મેક્ષમાર્ગ બગડી જાય.
આચાર્ય આદિ શિષ્ય, મુનિ તથા રોગી વગેરેની વૈયાવૃત્ય કરવાથી બહુ વિશુદ્ધતા, ઉચ્ચતા પામે છે. એવી જ રીતે શ્રાવક આદિ, મુનિની વૈયાવૃત્ય કરે, શ્રાવક-શ્રાવિકાની કરે. ઔષધદાન વડે હૈયાવૃત્ય કરે. ભક્તિપૂર્વક યુક્તિ વડે દેહના આધારરૂપ આહારદાન વડે હૈયાવૃત્ય કરે. કર્મના ઉદયે કેઈને દોષ લાગી ગયું હોય તે ઢાંક; શ્રદ્ધાથી ચલાયમાન થયા હોય તેમને સમ્યક્દર્શન ગ્રહણ કરાવવું; જિનેન્દ્રના માર્ગથી ભ્રષ્ટ થયા હોય તેમને માર્ગમાં સ્થાપન કરવા ઈત્યાદિ ઉપકારથી વૈયાવૃત્ય થાય છે.