________________
૨૦૦
સમાધિ-સોપાન
વેદના આદિ દૂર કરવાની પ્રવૃત્તિથી તે વૈયાવૃત્ય થાય છે. દશ પ્રકારના મુનિવરેનું સ્વરૂપ :
૧. સ્વર્ગ કે મેક્ષનાં સુખના બીજરૂપ વ્રતે જેમની પાસેથી ગ્રહણ કરીને ભવ્ય જીવ પિતાના આત્મહિતને અર્થે પાળે છે, એવા સમ્યકજ્ઞાન આદિ ગુણોના ધારક આચાર્ય કહેવાય છે. જેમની પાસેથી, મેક્ષ અને સ્વર્ગ પ્રાપ્ત કરાવનાર વ્રત ધારી આચરણ કરીએ તે આચાર્ય છે.
૨. જેમની પાસે આગમને અભ્યાસ કરીએ તે વ્રત, શીલ અને શ્રતના આધાર એવા ઉપાધ્યાય છે.
૩. અનશનાદિ મહા તપ તપે છે તે તપસ્વી છે.
૪. જે મૃત શીખવામાં તત્પર હોય, નિરંતર વ્રતની ભાવનામાં તત્પર હોય તે શક્ય છે.
પ. રેગ આદિથી જેમનું શરીર દુઃખી હોય તે પ્લાન કહેવાય છે.
૬. વૃદ્ધ મુનિઓની પરંપરાના જે હોય તે ગણ કહેવાય છે
૭. પિતાને દીક્ષા આપનાર આચાર્યના શિષ્ય હોય તે કુલ છે.
૮. ચાર પ્રકારના મુનિવરોને સમૂહ તે સંઘ છે. (ઋષિ, તિ, મુનિ અને અણગાર).
૯. લાંબા કાળના દીક્ષિત થયેલા તે સાધુ કહેવાય છે.
૧૦. પંડિતપણાથી, વક્તાપણાથી કે ઊંચા કુળથી લોકોમાં માન્ય હોય તથા ધર્મનું અને ગુરુકુળનું ગૌરવ વધારનાર હોય તે મનેજ્ઞ કહેવાય છે અથવા અસંયત સમ્યફદ્રષ્ટિ પણ સંસારના અભાવરૂપપણાથી મનેઝ ગણાય છે.