________________
વૈયાવૃત્તિ ભાવના
૧૯૯
ભવાભવમાં સુખદુઃખની સર્વ સામગ્રી જીવ અનંતવાર પામ્યા; તે પામવી કંઈ દુર્લભ નથી. પણ સાધુસમાધિ એટલે રત્નત્રયની પ્રાપ્તિને નિર્વિઘ્રપણે પરલેાક જતાં સાથે લઈ જવી તે દુર્લભ છે. રત્નત્રય સહિત સાવધાનપણે દેહ છેડે તેને સાધુસમાધિ હાય છે તે દુર્લભ છે. સાધુસમાધિ ચાર ગતિમાં ભમવાના દુઃખને દૂર કરીને નિશ્ચળ, અતીદ્રિય, સ્વાધીન, અનંત સુખ પ્રાપ્ત કરે છે. જે પુરુષ સાધુસમાધિ ભાવનાને નિવિદ્મપણે પ્રાપ્ત કરવા માટે આ ભાવના ભાવતાં આના મહા અઘેંઉતારણ કરે છે, તે શીઘ્ર સંસાર સમુદ્રને તરીને આઠ ગુણના ધારક સિદ્ધ થાય છે.
૯. વૈયાવૃત્તિ ભાવના :
',
પેટની પીડા, આમવાયુ, સંગ્રહણી, કઠોદર, સફેદર, અને નેત્રશૂળ, કર્ણશૂળ, દંતશૂળ તથા તાવ, ખાંસી, ક્રમ, જરા ઇત્યાદિ રાગેા વડે પીડાતા મુનિ તથા શ્રાવકોની નિર્દોષ આહાર, ઔષધ, વસતિ–સ્થાન આદિ વડે સેવા કરવી, ચાકરી કરવી, વિનય કરવા, આદર સત્કાર કરવા, દુ:ખ દૂર કરવા ઉપાય કરવા તે વૈયાવૃત્ત્વ કહેવાય છે. જે તપ તપતા હાય અને રોગવાળું જેમનું શરીર હાય તેમની વેદના દેખી તેમને માટે નિર્દોષ ઔષધિ તથા પથ્ય આગ્નિ વડે રોગ ઉપશમે તેમ કરવું. મુનિવરોના દશ ભેદે કરીને વૈયાવૃત્ય પણ દશ પ્રકારની છે. ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. તપસ્વી, ૪. શૈક્ષ્ય, પ. ગ્લાન, ૬. ગણ, ૭. કુલ, ૮. સંઘ, ૯. સાધુ, ૧૦. મનેાજ્ઞ. આ દશ પ્રકારના મુનિવરોની પરસ્પર વૈયાવૃત્ત્વ થાય છે. કાયાની પ્રવૃત્તિથી, અથવા અન્ય દ્રવ્ય વડે દુઃખ