________________
૧૯૮
સમાધિ-પાન કારણ છે, તે પણ સમ્યક્દર્શન વિના નિષ્ફળ છે, સંસારપરિભ્રમણને રોકી શક્તાં નથી. સમ્યક્દર્શન સહિત હોય તે સંસારને નાશ કરે છે. આત્માનુશાસનમાં કહ્યું છે કે –
समबोधवृत्ततपसां पाषाणस्यैव गौरवं पुंसः ।
पूज्यं महामणेरिव तदेव सम्यक्त्व संयुक्तम् ।।
પુરુષને સમભાવ, જ્ઞાન, ચારિત્ર અને તપનું વિશેષપણું તે પાષાણના ભાર જેવું થાય છે. એ જ સમભાવ, જ્ઞાન, ચારિત્ર અને તપ જે સમ્યકૃત્વ સહિત હેય તે મહામણિની પેઠે પૂજ્ય થઈ જાય.
જગતમાં મણિ છે તે પણ પાષાણ છે, અને બીજા મેટા પથ્થર છે તે પણ પાષાણ છે. પરંતુ આ પાષાણુ મણ બે મણ બાંધીને લઈ જઈને વેચે તે પણ એકાદ પૈસો ઊપજે તેથી એક દિવસ પણ પેટ ન ભરાય. પરંતુ મણિ રતિ જેટલું હોય તે લઈ જઈને વેચે તે હજાર રૂપિયા ઊપજે, આખા જન્મારાનું દારિદ્રશ્ય નાશ પામે. તેવી રીતે સમભાવ, શાસ્ત્રજ્ઞાન, ચારિત્રધારણ અને ઘોર તપશ્ચર્યા એ સમકિત વિના ઘણા કાળ સુધી ધારણ કરે તે રાજ્યસંપદા પામે, મંદ કષાયના પ્રભાવથી દેવલેકમાં ઉત્પન્ન થાય. પછી ત્યાંથી ચવીને એકેન્દ્રિય આદિ દેહ ધરીને પરિભ્રમણ કરે છે. પણ જે સમ્યકત્વ સહિત હોય તે સંસાર પરિભ્રમણને નાશ કરી મુક્ત થઈ જાય છે. સમકિત રહિત મિથ્યાવૃષ્ટિ ભલે જિનપૂજા કે ગુરુવંદન કરે, સમવસરણમાં જાય, શ્રતજ્ઞાનને અભ્યાસ કરે, તપ કરે તો પણ અનંતકાળ સુધી સંસારમાં રહેશે.