________________
સાધુસમાધિ ભાવના
૧૯૭ સ્વજન મળ્યાં છે એમ નથી. તેથી કયાં કયાં સ્વજનેમાં રાગ કરું? ભવભવમાં અનેક વાર રાજત્રાદ્ધિ પણ મળી છે તે આ તુચ્છ સંપત્તિમાં શું મમત્વ કરું ? ભવભવમાં અનેક માતાપિતા પાલણપોષણ કરનાર થઈ ગયાં, હમણાં જ થયાં છે એમ નથી. ભવભવમાં નારીપણું પણ થયું છે. ભવભવમાં, કામવિકારની તીવ્ર લંપટતા સહિત નપુંસક પણ થયું. ભવભવમાં અનેકવાર પુરુષ પણ થયું. તે પણ વેદના અભિમાનથી નાશ પામીને ભટક્યો. ભવભવમાં અનેક જાતિનાં દુઃખ પામે. સંસારમાં એવું કોઈ દુઃખ નથી કે જેને મેં અનેક વાર ભેગવ્યું ન હોય. અનેકવાર નરકમાં નારકી થઈ થઈને અસંખ્યાત કાળ સુધી પ્રમાણ રહિત અનેક પ્રકારનાં દુઃખ ભગવ્યાં છે. અનેક ભવ તિર્યંચના કરી કરીને અસંખ્યાત, અનંતવાર જન્મમરણ કરતાં અનેક પ્રકારે દુઃખ ભેગવતાં ભગવતાં વારંવાર પરિભ્રમણ કર્યું. અનેક વાર ધર્મવાસના રહિત મિથ્યાદ્રષ્ટિ મનુષ્ય પણ થયે. અનેક વાર દેવલોકમાં પણ ઊપજ્યો. અનેક ભામાં જિનેંદ્રને પૂજ્યા; અનેક ભામાં ગુરુવંદના પણ કરી. અનેક ભામાં મિથ્યાવૃષ્ટિ થઈને કપટથી આત્મનિંદા પણ કરી. અનેક ભવમાં આકરાં તપ પણ ધારણ કર્યો. અનેક ભેમાં ભગવાનના સમવસરણમાં પણ પ્રવેશ કર્યો. અનેક ભમાં શ્રુતજ્ઞાનના અંગેના પઠન-પાઠન આદિ અભ્યાસ કર્યો. આ બધું કર્યા છતાં અનંત કાળથી ભવનિવાસી જ રહ્યો. જોકે જિનેન્દ્રોની પૂજા કરવી, ગુરુની સેવા કરવી, આત્મનિંદા કરવી, કઠણ તપશ્ચર્યા કરવી, સમવસરણમાં જવું, કૃતના અંગોને અભ્યાસ કરે ઇત્યાદિ કાર્યો પ્રશંસાપાત્ર છે, પાપ નાશ કરનાર છે, પુણ્યનું