________________
૧૯૬
સમાધિ–સાપાન
ઉપશમ થતાં રોગના નાશ થશે. અશાતાના પ્રમળ ઉડ્ડય હાય ત્યારે બાહ્ય ઔષધ આદિ રોગ મટાડવા સમર્થ નથી. અશાતા વેદનીય કર્મ હરી લેવાને દેવ, દાનવ, મંત્ર, તંત્ર, ઔષધ આદિ કોઈ સમર્થ નથી. તેથી હવે સંક્લેશ પરિણામ તજીને સમતા ગ્રહણ કરવી. બાહ્ય ઔષધ આદિ તે અશાતાના ઉદય મંદ થાય ત્યારે સહુકારી કારણ બને છે. અશાતાના પ્રબળ ઉદય વખતે ઔષધ આદિ બાહ્ય કારણા રેગ મટાડવા સમર્થ નથી એવા વિચાર કરીને અશાતા કર્મના નાશનું કારણું પરમ સમતા ધારણ કરીને સંક્લેશરહિત થઈને સહન કરવું, કાયર થવું નહીં.
ઇષ્ટના વિયાગ થતાં અને અનિષ્ટના સંચાગ થતાં જ્ઞાનની દૃઢતા વડે ભય ન પામવા તે સાધુસમાધિ છે.
જે પુરુષ જન્મ-જરા-મરણથી ભય પામ્યા છે અને સમ્યક્દર્શન આદિ ગુણા સહિત છે તે અંત વખતે આરાધનાના શરણુ સહિત અને ભય રહિત, દેહાર્દિ પરદ્રવ્યોમાં મમતા રહિત થઈને વ્રત–સંયમ સહિત સમાધિ-મરણની વાંછા કરે છે. આ સંસારમાં પરિભ્રમણ કરતાં અનંતાનંત કાળ વ્યતીત થયે, સર્વ સામગ્રી અનેક વાર જીવ પામ્યા પરંતુ સમ્યક્ સમાધિમરણ પામ્યા નથી. જો એક વાર સમાધિમરણ થયું હાત તેા જન્મ મરણુ મટી ગયાં હેત. સંસાર પરિભ્રમણ કરતાં મેં ભવભવમાં અનેક નવા નવા દેહ ધારણ કર્યાં છે. એવા કયા દેહ છે કે જે મેં ધારણ નથી કર્યાં ? તે આ વર્તમાન દેહમાં શું મમત્વ કરું ? ભવાલવમાં અનેક સ્વજન-કુટુંબીજનાને પણ સંબંધ થયા છે, હમણાં જ