________________
સાધુસમાધિ ભાવના
૧૯૫ ભય પામતું નથી. તેને સાધુસમાધિ હોય છે. મરણ અવસરે જે દુઃખ, રેગ આવે છે તે પણ સમ્યફદ્રષ્ટિને દેહ ઉપરથી મમતા છેડાવવા આવે છે, ત્યાગ-સંયમ આદિની સન્મુખ કરાવવા આવે છે. તેથી તે પ્રમાદને છોડીને સમ્યક દર્શન, સમ્યકજ્ઞાન, સમ્યકૂચારિત્ર, સમ્યક્તપ એ ચાર આરાધનામાં વધારે દ્રઢ થાય છે. જ્ઞાની વિચારે છે કે જે જન્મે છે તે અવશ્ય મરનાર છે. કાયર થઈશ તોપણ મરણ છેડનાર નથી અને ધીરજ રાખીશ તેપણ મરણ છોડનાર નથી, તે દુર્ગતિનું કારણ એ કાયરતા તે સહિત મરણ છે તેને ધિક્કાર હ! એવા સાહસ, વૈર્ય સહિત મરું કે દેહ મરી જાય પણ મારા જ્ઞાન-દર્શન સ્વરૂપનું મરણ ન થાય. આવું મરણ કરવું ઉચિત છે. તેથી ઉત્સાહસહિત સમ્યક દ્રષ્ટિને મરણને ભય નથી તે સાધુસમાધિ છે.
દેવ, મનુષ્ય કે તિર્યંચ ઉપસર્ગ કરે તે પણ જેને ભય લાગે નહીં પણ પૂર્વે કર્મ બાંધ્યું હતું તેની નિર્જરા થાય છે એમ જ જે માને છે તેને સાધુસમાધિ છે. રેગને ભય પણ જ્ઞાનીને હેત નથી. કારણ કે જ્ઞાની તે પિતાના દેહને જ મહાગ માને છે. ભૂખ, તરસ આદિ ઘેર રેગને ઉપજાવનાર શરીર છે. આ મનુષ્યદેહ વાત-પિત્ત-કફ આદિ ત્રિદોષમય છે. અશાતા વેદનીય કર્મના ઉદયથી ત્રિદોષની વધઘટ થવાથી તાવ, ખાંસી, શ્વાસ, ઝાડા, ચૂંક, પિટ કે માથામાં શૂળ, નેત્રના વિકાર, વા વગેરેની પીડા થાય છે ત્યારે જ્ઞાની એમ વિચારે છે કે આ રોગ ઉત્પન્ન થયે છે તેનું અંતરંગ કારણ અશાતા વેદનીય કર્મને ઉદય છે. અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ આદિ બહિરંગ કારણ છે. તે કર્મના ઉદયને