________________
૧૯૪
સમાધિ-પાન થઈ જાય, અનિષ્ટને સંગ થઈ જાય તે વખતે ભય ન પામે તે સાધુસમાધિ છે.
સમ્યકજ્ઞાની એ વિચાર કરે છે કે હે આત્મન ! તું અખંડ, અવિનાશી, જ્ઞાન-દર્શન સ્વભાવવાળો છે. તું મરતું નથી. જે ઉત્પન્ન થયું છે તે વિનાશ પામશે. દેહને વિનાશ છે. પર્યાય (અવસ્થા) બદલાય છે પણ ચૈતન્ય દ્રવ્યને નાશ થતો નથી. પાંચ ઇદ્રિ અને મનબળ, વચનબળ, કાયબળ, આયુષ્યબળ અને શ્વાસોચ્છવાસ એ દશ પ્રાણ છે તેના નાશને મરણ કહે છે. તારા જ્ઞાન, દર્શન, સુખ, સત્તા આદિ ભાવપ્રાણ છે તેને કદાપિ નાશ થતું નથી. તેથી દેહના નાશને પિતાને નાશ માને તે મિથ્યાજ્ઞાન છે. તે જ્ઞાની! હજારે કૃમિથી ભરેલા, હાડમાંસમય, ગંધાતા, વિનાશી દેહને નાશ થતાં તને શાને ભય લાગે છે? તું તે અવિનાશી જ્ઞાનમય છે. આ મૃત્યુ તે મહા ઉપકારી મિત્ર છે. સડેલા બગડેલા દેહમાંથી કાઢીને મૃત્યુ તને દેવાદિના ઉત્તમ દેહમાં મૂકે છે. મરણરૂપી મિત્ર ન હેત તે આ દેહમાં કેટલે કાળ રહેવું પડત દરથી ભરેલા દેહમાંથી કેણ કાઢત? સમાધિ મરણ આદિ વડે આત્માને ઉદ્ધાર કેવી રીતે થાત? વ્રત, તપ, સંયમનું ઉત્તમ ફળ, મૃત્યમિત્રના ઉપકાર વિના સ્વર્ગાદિ કેવી રીતે મળત? પાપથી કેણ ડરત? મૃત્યુરૂપ કલ્પવૃક્ષ વિના ચારે આરાધનાઓનું શરણ ગ્રહણ કરાવી સંસારરૂપ કાદવમાંથી કેણ કાઢત ? તેથી સંસારમાં જેનું ચિત્ત આસક્ત છે અને દેહને પિતાનું સ્વરૂપ માને છે, તેને મરણને ભય છે.
સમ્યફદ્રષ્ટિ દેહથી પિતાનું સ્વરૂપ ભિન્ન જાણી મરણથી