________________
સમાધિ-સાપાન
૬
ભાગવે છે. પાણી અને ઘાસની અછતથી તે ન મળે એવા ઉનાળા કેટલીક ધાર વેદના વેઢતાં પૂરા કરે. જ્યારે શ્રાવણ માસમાં ઘાસ પેદા થાય ત્યારે પાપના ઉદયથી કરાડો ડાંસ, મચ્છર પણ પેદા થઈ જાય છે. તેથી જ્યાં ચરવા જાય ત્યાં ડાંસ–મચ્છરના તીક્ષ્ણ ડંખથી ઊછળતાં ફી ઘાસ તરફ માં પણ કરી શકતાં નથી; એસે કે સુઈ જાય ત્યાં જીવા જંપવા ન દેતાં કરડી કરડી દુઃખ આપે છે. ઊંટ, ઘેાડા, ખળદ ઇત્યાદિ માર્ગમાં ભારના દુઃખથી, વૃદ્ધાવસ્થાથી કે રાગથી થાકી જાય, ચલાય નહીં, પડી જાય, પગ તૂટી જાય, માર ખાવા છતાં ચાલવા સમર્થ ન હોય તે વનમાં, જળમાં, પર્વતમાં જ્યાં ત્યાં તેને પડી રહેવા દઈ ધણી ચાલ્યા જાય છે. નિર્જન જગામાં કે કાદવમાં તે એકલું પડયું રહે છે. ત્યાં કોઈ શરણુ નથી. કોને કહે ? કાણુ પાણી પાય ? ઘાસ કયાંથી આવે ? તાપમાં, કાઢવમાં, ટાઢમાં, વરસાદમાં, પડ્યાં પડ્યાં ધાર ભૂખ, તરસની વેદના ભગવે છે; નિર્મળ જાણી દુષ્ટ પક્ષી લેાઢા જેવી ચાંચેાથી આંખા ખાતરી ખાય છે, મર્મસ્થાનમાંથી અનેક જીવ માંસ કરડી કરડીને ખાઈ જાય છે. નરકના જેવી ઘાર વેદના ભાગવતાં કોઈ દિવસે તડફડાટ કરતાં બહુ આકરાં દુઃખ ભોગવીને મરે છે. અનીતિથી ધન હરી લીધેલું, છળકપટી થઈને દાન લીધેલું, વિશ્વાસઘાત કરેલા, અભક્ષ્ય ભક્ષણ કરેલું, રાત્રે ભાજન કરેલાં, નિર્માલ્ય દેવદ્રવ્ય ખાધેલું, પરના ઉપર આળ મૂકેલું, પેાતાનાં વખાણુ કરેલાં, પારકી નિંદા કરેલી, બીજાનાં છિદ્ર જોયેલાં, પારકા મિષ્ટાન્નની લાલસા રાખેલી, અતિ માયાચાર કરેલા તે બધાનાં આ ફ્ળ તિર્યંચ ગતિમાં જીવ ભાગવે છે.