________________
સસારભાવના
૯૫
ફરવાનું ખાવાનું નહીં. તાપે આંધે, વરસાદમાં બાંધે, ટાઢમાં આંધે; પરવશ પડ્યા શું કરે ? બહુ ભાર ભરે છે, માર માર કરે છે, પરાણાની આર ધાંચે છે, ચામડાના સાટકા વડે વારંવાર માર્ગમાં મારે છે. લાકડી કે સાટીના મર્મસ્થાનમાં ગાદા મારે કે સાળ પડે તેમ ઝાપટે છે. પીઠ ગળી જાય, માંસ કપાઈને ખાડા પડી જાય, ખાંધ ગળી જાય, નાક ગળી જાય, કીડા પડી જાય, પથ્થર, લાકડાં કે ધાતુના કઠોર ભારથી હાડકાંના ચૂરા થઈ જાય, પગ ટૂટી જાય, મહારાગી થઈ જાય, ઉઠાતું ન હોય, વૃદ્ધાવસ્થાથી નિર્મૂળ થઈ જાય, તાય અહુ ભાર લાદે છે; બહુ દૂર લઈ જાય છે. ભૂખની વેદના, તરસની વેદના, રાગની વેદના, તાપની વેદનાની દરકાર કર્યાં વિના મધ્યરાત પછી અહુ ભાર ભરે છે, જે ભાર બીજે દિવસે ત્રીજો પહેાર પૂરા થયે ઉતારે છે. ઘાસ, કાંટા, છોડાંનું, દાણા વિનાનું ગાતું થોડું નીરસ ખાવાનું આપે, તે પણ પૂરું પેટ ભરીને નહીં. પરાધીનતાનું દુઃખ તિર્યંચ જેવું શ્રીજી કઈ ગતિમાં નથી.
નિરંતર બંધનમાં, પાંજરામાં પશુ ઘેર દુઃખ ભાગવે છે. ચંડાળ, કસાઈ, ચમારને ખારણે બાંધ્યા રહે છે, ખાવાને મળતું નથી, પુણ્યવંતને ખારણે બીજા પશુને ખાતાં દેખી મનમાં દુઃખી થાય છે. પારકા ઘાસમાં કે ટોપલામાં મોઢું ઘાલે ત્યાં તે પાંસળામાં ધાક વાગે. મહાન ધાર ભૂખનાં દુ:ખ ભોગવે છે. બળદ, કૂતરાં ઇત્યાદિ પશુઓની આંખ ઉપર, કાનમાં, ઇંદ્રિય, આંચળ આદિ સ્થાનમાં ઘાર વેદના દેનાર જંગાડા, અગાઈ આદિ પેદા થાય છે. તે સર્વે મર્મસ્થાનમાં તીક્ષ્ણ મુખથી લેહી ચૂસે છે, તેની ઘેાર વેદના