________________
સમાધિ પાન છે, આહાર મળવાને નિયમ નથી હે, બહુ ભૂખ્યાતરસ્યા પડ્યા રહે છે. કદી કિંચિત્ અલ્પ આહાર બે ત્રણ દિવસે મળે. ના મળે તે ઘેર વેદના ભેગવતાં મરી જાય છે. પારધી, કસાઈ જેવા મનુષ્ય યંત્રથી કે જાળના ઉપાયથી પશુપક્ષીને પકડીને મારી મારીને વેચે છે, ખાય છે. જીવતાં પ્રાણીઓના પગ કાપીને વેચે છે, જીભ કાપી આપે છે, ઇંદ્રિયે કાપીને વેચે છે, પૂછડાં કાપીને વેચે છેમર્મસ્થાન કાપે છે, છેદે છે, તળે છે, રાંધે છે. તે તિર્યંચ ગતિમાં કઈ શરણ નથી; કોઈ ઉપાય નથી. તિર્યામાં માતા પુત્રનું ભક્ષણ કરે છે, તે અન્ય કેણ રક્ષા કરે?
નભચર પક્ષીઓને પણ નિરંતર દુઃખ હોય છે. નિર્બળ પક્ષીઓને બલવાન પક્ષી પકડીને મારે છે. બાજ પક્ષી દિવસે મારી ખાય. વાગેલે, ઘુવડ, ઈત્યાદિ રાત્રે ફરનારાં દુષ્ટ પક્ષીઓ પાસે જઈને તેડી ખાય છે. બિલાડી, કૂતરા પક્ષીઓને છેતરીને મારે છે. પક્ષીઓ ભયભીત થઈને વૃક્ષની છેવાડી ડાળીઓ પકડી રાત ગાળે છે; સૂવાનું, પાથરવાનું, બેસવાનું મળતું નથી, પવનની, પાણીની, વરસાદની, ઝાકળની, ટાઢની ઘર વેદના ભેગવી જોગવીને મરી જાય છે. દુષ્ટ મનુષ્ય પક્ષીઓને પકડી પીંછાં ઉપાડી નાખે છે, ચરે છે, ઊકળતા તેલમાં જીવતાં તળીને ખાય છે, રાંધે છે. જ્યાં જોઈએ ત્યાં તિર્યંને ઘેર દુઃખ છે. એ બધું હિંસાનું ફળ છે. - હાથી, ઘોડા, ઊંટ, બળદ, ગધેડાં, પાડા એ જીવેને પરાધીનતાનાં દુખ કોણ કહી શકે? નાક વીંધીને સાંકળ કે દેરડાની નાથ ઘાલે, પરાધીનપણે બાંધી રાખે, ફાવે ત્યાં