________________
૩
સંસારભાવના ઇદ્રિયવાળા) તિર્યંચે ભિન્ન ભિન્ન પ્રકારનાં દુઃખ વડે મરણ પામે છે. ભૂખ, તરસ, ટાઢ અને તાપની વેદનાથી, વરસાદની, પવનની, ઝાકળની પીડાથી મરણ પામે છે; ઢેફાના પડવાથી, માટી, ઠીકરું, ડાં, લાકડી, મળ, મૂત્ર, ઊકળતું પાણું, અગ્નિ ઇત્યાદિ પડવાથી દબાઈ ચંપાઈને મરી જાય છે. વિક્ષત્રય તરફ કઈ જોતું નથી. વખતે દેખે તેય દયા લાવે નહીં. ઘી, તેલ આદિમાં પડીને, દવા કે દેવતા આદિમાં પડીને મરે છે અને ઘેર દુઃખ ભેગવતાં ફરી ઉત્પન્ન થાય અને ફરી મરે છે. એમ અસંખ્યાત કાળ સુધી દુઃખ ભેગવે છે.
કદાપિ પંચેન્દ્રિય તિર્યંચ (પશુ પક્ષી માછલાં આદિ) થાય છે, તે જલચર છમાં બળવાન નિર્બળને ખાઈ જાય છે, મચ્છીમારની જાળમાં કે કાંટા વડે માછલાં પકડનારાના કાંટામાં ફસાઈને મરે છે. જીવતાં માછલાંને કેટલાક બાફી ખાય છે.
વનચર છ વનમાં સદાય ભયભીત રહે છે. ભૂખ, તરસ, ટાઢ, તાપ, વરસાદ, પવન, કાદવ આદિની ઘેર વેદના સહન કરે છે. ખાવાનું મળવું મુશ્કેલ. ભૂખની ભારે વેદના ભેગવે છે. કદી આહાર મળે તે પાણી ન મળે તેથી તીવ્ર તરસની વેદના ભેગવે છે. શિકારી કે પારધીથી વીંધાઈ કે પકડાઈ મરે છે, દરમાંથી પારધી ખદી છેદીને કાઢે છે અને મારે છે. બળવાન પશુ નિર્બળને ગુફામાં, પર્વતમાં, વૃક્ષમાં, ખાડામાં છાનાંમાનાં સંતાઈ રહ્યાં હોય ત્યાંથી છળકપટથી પકડીને મારે છે. સિંહ, વાઘ, વગેરે પણ સદા ભયભીત રહે