________________
સમાધિ-પાન મરી જાય છે, તિર્યંચ, હેર પશુનાં પૂછડાંથી, ખરીથી નાશ પામે છે, મનુષ્યના નખ, હાથપગ આદિ વડે હણાઈ જાય છે, કચરાઈ જાય છે, કપાઈ જાય છે, દબાઈ જાય છે, મલ, કફ આદિમાં પડીને મરી જાય છે. વિકલત્રય (બે, ત્રણ, ચાર ઇદ્રિયવાળાં) ઉપર કેઈ દયા કરતા નથી. ચકલાં, કાગડા ચણું જાય છે ઘોળી, સાપ ઈત્યાદિક ખેળી ખેાળીને મારે છે; પક્ષી મોટી વા જેવી ચાંચ વડે ખાઈ જાય છે, ચીરે છે. અગ્નિમાં અનેક ઘુણ, ઈયળ, મેઢ, વગેરે લાકડાં સાથે બળી જાય છે. કરડે જીવડાં અનાજની સાથે દબાઈ જાય છે, ખંડાઈ જાય છે, ભાડભૂંજાને ત્યાં શેકાઈ જાય છે, રંધાઈ જાય છે. બેર વગેરે ફળમાં, ફૂલેમાં, શાકપાંદડાંમાં અનેક જીવ કપાઈ જાય છે, છોલાઈ જાય છે, કચરાઈ જાય છે, કકડી જાય છે, ચવાઈ જાય છે; કેઈ દયા લાવતું નથી. વળી લીલા, સૂકા મેવાનાં ફળમાં, ઔષધિઓમાં, ફૂલપાન, ડાળી મૂળિયાં, છાલમાં તથા મર્યાદાથી વધારે વખત પડી રહેલી વાસી રઈમાં, દહીં, દૂધ આદિ રસમાં વિકલત્રય કે પંચેન્દ્રિય જીવો ઊપજે છે. તે બધાં ખવાઈ જાય છે, જીવ જંતુ ચણ જાય છે, અગ્નિમાં બળી જાય છે, કેણ દયા કરે?
વિકલત્રયની ઉત્પત્તિ ચોમાસામાં બહુ હોય છે. બધી જમીન જીવડાંથી છવાઈ જાય છે, હેરના પગે, મનુષ્યના પગે, ઘડાની ખરીએ, રથ, બળદ, ગાડાગાડી વડે જીવડાં ચૂંથાઈ જાય છે, કપાઈ જાય છે, કઈ જગાએ તેના પગ કપાઈ જાય છે, ક્યાંક તેનાં માથાં કપાઈ જાય છે, ક્યાંક તેનાં પેટ ફાટી જાય છે, કે દયા કરે? કોઈ જોતાય નથી. કેવી દુઃખદાયી સ્થિતિ ! આ પ્રકારે વિકલત્રય (બે ત્રણ ચાર