________________
સંસારભાવના
અસંખ્યાત, અનંત ભવ તિર્યંચ ગતિમાં વારંવાર ધારણ કરતાં, માયાચાર આદિ તીવ્ર પાપનાં કારણથી તિર્યંચ કે નરક ગતિનાં કારણરૂપ નવાં કર્મ બાંધતાં અનંતકાળ વિતાવે છે. આ બધું મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન અને મિથ્યા આચરણનું ફળ છે. મનુષ્યગતિ :
મનુષ્યગતિમાં પણ કઈ તે ઢેર પશુ જેવા જ્ઞાન રહિત છે. કેટલાકના માતા પિતા જન્મ આપીને મરી જાય છે, પછી તે બીજાને ખાતાં વધેલી એંઠ વગેરે ખાઈને, ભૂખ તરસની પીડા સહન કરીને, પારકા ઠપકા, તિરસ્કાર ખમતાં ઊછરે છે. બીજાની ચાકરી કરે છે, ઢેર પશુની પેઠે ભારે બેજા વહે છે. એક શેર અનાજથી પેટ ભરવા માટે એક બાજે માથા ઉપર, એક બેજે પીઠ ઉપર, એક બે હાથમાં બાર ગાઉ સુધી લઈને ચાલે છે; અનાજ, ઘીને, તેલને, મીઠાને કે ધાતુને આકરે ભાર વહે છે. કોઈ આખો દિવસ પણ ભર્યા કરે છે. કેઈ રાતદિવસ પરદેશમાં ફર્યા કરે છે. કેઈ વીસ કે ત્રીસ ગાઉ પેટ ભરવા માટે રેજ દોડે છે. કેઈ પથ્થરને, કઈ માટીને ભાર નિરંતર વહે છે. કેઈ નોકરીમાં પરાધીન થઈને મનુષ્યભવ ગુમાવે છે. કોઈ લુહાર થઈ લેટું ઘડીને પેટ ભરે છે. કોઈ લાકડાં કાપે છે, વહેરે છે, ફડે છે, ઘડે છે ત્યારે અન્ન મળે છે. કોઈ વસ્ત્ર ધવે છે, રંગે છે, છાપે છે, સીવે છે, ગૂંથે છે, તૂણે છે, વણે છે કઈ માટીનાં વાસણ ઘડે છે, કઈ ધાતુનાં વાસણ ઘડે છે, કોઈ ઘરેણાં ઘડે છે. કેઈ ઢેર પશુની સેવા કરે