________________
સમાધિÀાપાન
૯૮
છે, પાળે છે તેય પૂરતું પેટ ભરાતું નથી. કોઈ ઘાસના ભારા કે લાકડાંના ભારા વહીને જન્મારા પૂરા કરે છે. કોઈ મળમૂત્ર સાફ કરે છે, મળમૂત્રના ભાર વહે છે. કોઈ ચામડાં ઉતારે છે, સાફ કરે છે. કોઈ પીલે છે, કાઈ ઢળે છે, કાઈ ખાંડે છે, કોઈ રાંધે છે, કોઈ અગ્નિસંસ્કાર કરે છે (મડદાં ખળે છે. ) કોઈ ભાડભૂજા છે. કોઇ ભિયારા છે. કાઈ ઘી, તેલ, મીઠા આદિ વડે આજીવિકા ચલાવે છે. કોઈ ટ્વીન થઈને ઘેર ઘેર માગે છે, કોઈ ટૂંક થઈને ક્રૂ છે, કોઈ રડે છે. એમ અનેક કર્મને વશ થઈને, આત્માને ભૂલીને મનુષ્યભવ વૃથા ગુમાવે છે.
કાઇ ચારી કરે છે, કોઈ છળકપટ કરે છે, કોઈ જૂઠું ખેલે છે, કોઈ વ્યભિચાર સેવે છે, કોઈ ચાડી ખાય છે, કાઈ છાપા મારે છે, કોઈ માર્ગમાં લૂંટે છે, કોઇ લડાઈમાં જાય છે, કોઈ સમુદ્રમાં નાવ ચલાવે છે, કેાઈ ગાઢ જંગલમાં પ્રવેશ કરે છે, કઈ નદી ઊતરે છે, કોઇ કૂવે કેસ જોડે છે, કોઈ ખેતી કરે છે, કેાઈ વાવે છે, કોઈ લણે છે. કોઈ લાભ અને અભિમાનને વશ થઈને હિંસા કરે છે; હિંસા થાય તેવા વેપાર કરે છે. કોઈ નામું લખે છે, કોઈ ચિત્ર કાઢે છે, કોઈ ઇંટા, પકવે છે, કઈ ઘર ચણે છે, કોઈ જુગાર રમે છે, કોઈ વેશ્યાગમન કરે છે, કોઈ દારૂ પીધા કરે છે. કોઈ રાજ્યની સેવા કરે છે, કોઈ નીચ માણસાની સેવા કરે છે, કોઈ ગાવા, મજાવવાની વિદ્યાથી આજીવિકા ચલાવે છે, કોઈ નાચે છે.આમ કર્મને આધીન અનેક પ્રકારના ક્લેશવડે મનુષ્યપણું વિતાવે છે. પુણ્યપાપને
ચૂના