________________
સસારભાવના
૯૯
આધીન થઈને ભિન્ન ભિન્ન મનુષ્યા ભિન્ન ભિન્ન પ્રકારનાં કર્મ ગ્રહણ કરીને ભિન્ન ભિન્ન ફળ ભોગવતા દેખાય છે.
કોઇ અનાજ વેચે છે, કોઈ ગોળ, ખાંડ, ઘી, તેલ, આકિ વડે આજીવિકા ચલાવે છે. કેાઈ વસ્ત્રોના, કાઇ સેાના રૂપાના, કોઇ હીરા, મેાતી, મણિ, માણેક ઇત્યાદિના વેપાર કરીને આજીવિકા ચલાવે છે. કોઇ લાઢા, પિત્તળ ઇત્યાદિ ધાતુના વેપારથી, કોઈ લાકડાં પથ્થરના વેપારથી, કોઈ મેવા, મીઠાઈ, પૂડા, ઘેબર, લાડુ આદિના વેપારથી, કોઈ શાક વગેરેના વ્યાપારથી, કોઈ અનેક ઔષધ ઇત્યાદિના વેપારથી કર્મને આધીન અનેક પ્રકારે આજીવિકા ચલાવે છે. કોઇ વેપારી છે, કોઈ ગુમાસ્તા છે, કઈ દલાલ છે; કોઈ ઉદ્યમી છે, કોઈ નિરુદ્યમી આળસુ છે, કઈ મનગમતાં કપડાં ઘરેણાં પહેરે છે, કોઈ કષ્ટથી પેટ ભરાય તેટલું ખાવાનું પામે છે, કોઈ વગર મહેનતે સુખે ભાજન કરે છે. કોઇ ભિખારી ભીખ માગીને ખાય છે, કઈ પૂજ્ય ગુરુ બનીને ખાય છે; કોઈ રંક દીન થઈને ખાય છે. કાઈ અનેક પ્રકારનાં સ્વાદિષ્ટ ભાજન ખાય છે, કોઈ નીરસ ભાજન કરે છે; કોઈ પેટ ભરીને ઘણી વાર દિવસમાં ખાય છે, કોઈને લૂખા ખાકળાનું નીરસ ભોજન પણ અડધું પેટ ભરાય તેટલું જ મળે છે. કોઈને એક દિવસને આંતરે આહાર મળે છે; કોઈને એ ત્રણ દિવસે પણ ભાગ્યે મળે છે. ખાવાપીવાનું નહીં મળવાથી ભૂખતરસની વેદનાથી કોઈનું મરણ થાય છે. કોઈ ક્રખાનામાં પરવશ પડ્યા પડ્યા ઘેર વેદના સહન કરે છે. કોઈ પોતાનાં સગાંવહાલાંના વિયાગરૂપ અગ્નિથી ખળે છે, કોઈ રાગથી થયેલી ઘેાર વેદના આખા જન્મારા ભાગવીને