________________
૩૫૬
સમાધિ-સોપાન રેગથી ઊપજેલી વેદના કે કર્મના ઉદયે પરિષહ આવવાથી કાયર થઈને ભય પામે છે તે ઘણું શરમાવા જેવું છે.
જે વેદનાને આટલે બધે ડર રાખે છે, તે વેદનાથી બહ તે મરણ થશે. મરણ તે એક વાર અવશ્ય થવાનું જ છે. જે દેહ ધારણ કર્યો છે તે દેહ તે અવશ્ય પડશે જ. અત્યારે જે વીતરાગ ગુરુઓનાં ઉપદેશેલાં વ્રત, સંયમ સહિત, કાયરતા રહિત, ઉત્સાહથી ચાર આરાધનાના શરણ સહિત મરણ થાય તે તેના જે ત્રણે લેકમાં બીજો લાભ નથી. ત્રણ લેકની રાજ્ય સંપદા તે વિનાશી છે, પરાધીન છે. આરાધનાની સંપદા અનંત સુખ દેનારી અવિનાશી છે.
ભય રહિત, ધીરજ સહિત મરણને મુનીશ્વર, આચાર્ય, ઉપાધ્યાય પણ ઈચ્છે છે, સર્વ વ્રતવાળા સંયમી સમ્યક દ્રષ્ટિ ઈરછે છે. તમે પણ નિરંતર જેની વાછા કરતા હતા તે મનવાંછિત સમાધિમરણ નજીક આવી પહોંચ્યું છે. એના જે બીજો કોઈ આનંદ નથી. આ વેદને વધે છે તે જ તમને મહા ઉપકારક છે. વેદનાથી દેહ ઉપરને રાગ નાશ પામે છે. પૂર્વે અશાતા આદિ કર્મ બાંધ્યાં હતાં તેની અ૯૫ કાળમાં નિર્જરા થશે. દુઃખ અને રોગથી ભરેલા દેહરૂપ કેદખાનામાંથી જરૂર નીકળવાનું બનશે. વિષય-ભેગો ઉપર વૈરાગ્ય આવશે. પરદ્રવ્યો ઉપરની મમતા ઘટશે. મરણને ભય નહીં રહે. મિત્ર, પુત્ર, સ્ત્રી, બાંધવ આદિ ઉપરની મમતા નાશ પામશે; ઇત્યાદિ અનેકાનેક ઉપકાર વેદના જ કરે છે, એમ જાણે. કાયર થવાથી તે વેદના વધશે, સંકલેશ વધશે. કર્મને ઉદય ટળવાનું નથી, તેથી દૃઢતા જ ધારણ કરવાનો અવસર હવે આવ્યો છે. શૂરવીરપણું ધારણ